બેઇજિંગ
ગત મહિને ગાનસૂ પ્રાંતમાં યોજાયેલી “બિનવ્યાવસાયિક” અલ્ટ્રામારેથોન દોડ દરમિયાન ૨૧ દોડવીરોના મોત મામલે મ્યુનિસિપલ સરકારના અધિકારીઓ સહિત ૨૭ લોકોને શિસ્તની સજા અથવા ગુનાહિત આરોપોનો સામનો કરવો પડશે. સ્થાનિક અધિકારીઓએ શુક્રવારે આ માહિતી આપી હતી. ચીનના ઉત્તર પશ્ચિમ પ્રાંતના ગાંસુના પર્વતીય ક્ષેત્રમાં ૨૨ મેના રોજ ૧૦૦ કિલોમીટરના અલ્ટ્રામેરેથોન (રેસ) માં, કરા, વરસાદ અને વાવાઝોડાને કારણે ૨૧ લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં લિજેન્ડરી અલ્ટ્રામેરેથોન રનર લિયાંગ જિંગ પણ શામેલ હતો.
તપાસ બાદ ગાંસુની રાજધાની લાનઝોઉમાં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં કહેવામાં આવ્યું હતું કે મેરેથોનનું આયોજન ધોરણો સુધી ન હતું અને તેને બિનવ્યાવસાયિક રીતે હાથ ધરવામાં આવી હતી જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો." ભાગ લેનારાઓમાં ૧૫૧ લોકો સલામત હતા જ્યારે આઠને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સ્પર્ધામાં ભાગ લેનારા મોટાભાગના સ્પર્ધકોએ ટી-શર્ટ અને શોર્ટ્સ પહેરી હતી.
સિંહુઆની સરકારી સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે બૈયિનમાં શાસક કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના (સીપીસી) ના સચિવ સુ જૂન અને બાયિનના મેયર ઝાંગ શુચેનને શિસ્તબદ્ધ સજા આપવામાં આવી હતી. ઝાંગ શુચેને અકસ્માત બાદ કહ્યું હતું કે આ કાર્યક્રમના આયોજક તરીકે તે પોતાને દોષી અને પસ્તાવો અનુભવે છે. ચીનના સોશ્યલ મીડિયા પર આ ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.