વડોદરા ,તા. ૩૧
ઉત્તર – પૂર્વ તરફથી ૧૦ કિ.મી.ની ઝડપે બર્ફિલા પવન ફૂંકાતા લધુત્તમ તાપમાન ૧૩.૬ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. ઠંડા પવનો ફૂંકાવાના કારણે લોકો વહેલી સવારે અને સાંજ દરમ્યાન વિવિધ વિસ્તારોમાં શહેરીજનો તાપણાં કરતાં નજરે પડી રહ્યા છે. . ગરમ કપડાની ખરીદીમાં પણ વધારો જાેવા મળી રહ્યો છે ત્યારે શહેરમાં ઉત્તર – પૂર્વ તરફથી દસ કિ.મી.ની ઝડપે ઠંડા પવન ફૂકાતા ઠંડીમાં વધારો જાેવા મળ્યો હતો. શહેરમાં દિવસ દરમ્યાન મહત્તમ તાપમાન ૨૬. ૨ ડીગ્રી સેન્ટીગ્રેડની સાથે મહત્તમ તાપમાન ૧૩.૬ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. વાતાવરણમાં વહેલી સવારે ભેજનું પ્રમાણ ૭૩ ટકા અને સાંજે ૫૭ ટકાની સાથે હવાનું દબાણ ૧૦૧૬.૮ મિલીબાર્સ નોંધાયું હતું.