અમદાવાદ-
ગુજરાત હાઈકોર્ટની હીરક જયંતિ નિમિત્તે સ્મૃતિ ટપાલ ટિકિટનું વિમાચન કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્મૃતિ ટપાલ ટિકિટનું વર્ચ્યુઅલી વિમોચન કરશે. 6 ફેબ્રુઆરીના રોજ સવારે 10 :30 વાગ્યે વર્ચુઅલી વડાપ્રધાન વિમોચન કરશે.ગુજરાત હાઈકોર્ટની સ્થાપનાને 1 મે, 2020ના રોજ 60 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે કોરોનાને કારણે હીરક જયંતિની ઉજવણી સ્થગિત કરી દેવાઈ હતી પરંતુ હવે જ્યારે સ્થિતિ સારી થતી દેખાઈ રહી છે, ત્યારે ઉજવણીના ભાગરૂપે સ્મૃતિ ટપાલ ટિકિટનું વિમોચન કરવામાં આવશે.