સ્મૃતિ મંધાના આઇસીસી રેકિંગમાં ટોપ ૩માં પહોંચી

નવી દિલ્હી

ભારતીય મહિલા ટીમની વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. સ્મૃતિ મંધાનાએ તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલી ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં શાનદાર સદી ફટકારી હતી. તેની આ ઇનિંગથી તેને રેન્કિંગમાં પણ ફાયદો થયો છે. ૈંઝ્રઝ્ર દ્વારા જાહેર કરાયેલી ર્ંડ્ઢૈં રેન્કિંગમાં તેણે બે સ્થાનની છલાંગ લગાવી છે. આ સાથે તે ટોપ થ્રીમાં પહોંચી ગઈ છે ૈંઝ્રઝ્રએ આજે મહિલા ખેલાડીઓની ર્ંડ્ઢૈં રેન્કિંગ જાહેર કરી છે. નવી રેન્કિંગમાં ઈંગ્લેન્ડનો સ્ટાર ખેલાડી સાયવર-બ્રન્ટ પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. તે અગાઉ બીજા સ્થાને હતી. આ સાથે જ નંબર વન પર રહેલી શ્રીલંકન બેટ્‌સમેન ચમારી અટાપટ્ટુ હવે બીજા સ્થાને સરકી ગઇ છે. જ્યારે ટીમ ઈન્ડિયાની સ્ટાર સ્મૃતિ મંધાનાએ બે સ્થાનની છલાંગ લગાવી છે. આ સાથે તે ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. તેનું રેટિંગ ૭૭૨ છે. સ્મૃતિ મંધાના માત્ર ર્ંડ્ઢૈં જ નહી પરંતુ ્‌૨૦ ક્રિકેટમાં પણ ટોપ ૫માં છે. ્‌૨૦ રેન્કિંગમાં તેના સ્થાનમાં કોઈ ફેરફાર થયો નથી. તે ૧૫ રેટિંગ સાથે ૫માં નંબર પર છે. સાઉથ આફ્રિકા સામે રમાયેલી પ્રથમ ર્ંડ્ઢૈં મેચમાં સ્મૃતિ મંધાનાએ પોતાના કરિયરની છઠ્ઠી સદી ફટકારી હતી. છેલ્લા બે વર્ષમાં આ તેની પ્રથમ સદી હતી. આ સિવાય ભારતમાં આ તેની પ્રથમ સદી હતી. સ્મૃતિ મંધાનાએ દક્ષિણ આફ્રિકા સામે ૧૨૭ બોલમાં ૧૧૭ રન બનાવ્યા હતા. આ મેચમાં મંધાનાએ એક છગ્ગો અને ૧૨ ચોગ્ગા ફટકાર્યા હતા અને પહેલા બેટિંગ કરતા ભારતે સ્મૃતિ મંધાનાની સદીના આધારે ૫૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને ૨૬૫ રન બનાવ્યા હતા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution