મહિલા ટી-૨૦ રેન્કિંગમાં સ્મૃતિ મંધાના ટોપ 5મા : બોલર્સમાં દીપ્તિ ત્રીજા સ્થાને


નવી દિલ્હી: ICC એ તાજેતરની મહિલા ટી-૨૦ રેન્કિંગ જાહેર કરી છે. ભારતીય ક્રિકેટ ટીમની ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાના આ ટી-૨૦ રેન્કિંગમાં સતત ચમકી રહી છે. તે એકમાત્ર ભારતીય ખેલાડી છે જેણે ટોપ 5 બેટ્સમેનોમાં સ્થાન મેળવ્યું છે. આ સિવાય મહિલા એશિયા કપ 2024માં શાનદાર પ્રદર્શન કરનાર હરમનપ્રીત કૌર અને શેફાલી વર્મા પણ બેટ્સમેનોની યાદીમાં પાંચમા સ્થાને છે. કેપ્ટન હરમનપ્રીત કૌરને એક સ્થાનનો ફાયદો થયો છે. આ સાથે તે હવે 11મા નંબર પર પહોંચી ગઈ છે. શેફાલી વર્માએ 4 સ્થાનની છલાંગ લગાવી છે અને આ સાથે તે પણ હરમનપ્રીતની સમાન પોઈન્ટ સાથે 11મા સ્થાને પહોંચી ગઈ છે. બંનેના 618 રેટિંગ પોઈન્ટ છે અને બંને સંયુક્ત રીતે 11મા સ્થાને છે. બેટ્સમેનોની યાદીમાં ભારતની જેમિમાહ રોડ્રિગ્સ 19માં અને રિચા ઘોષ 24માં સ્થાને છે. ઓસ્ટ્રેલિયાની બેથ મૂની ટી-૨૦ બેટ્સમેનોની રેન્કિંગમાં 769 પોઈન્ટ સાથે ટોપ પર યથાવત છે. બોલરોની વાત કરીએ તો ટી20 બોલરોની રેન્કિંગમાં ઈંગ્લેન્ડની સોફી એક્લેસ્ટોન અને સારાહ ગ્લેન અનુક્રમે પ્રથમ અને બીજા સ્થાને છે. બોલરોની રેન્કિંગમાં ભારતની દીપ્તિ શર્મા 778 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. રેણુકા સિંહે પણ ટોપ 10 બોલરોમાં જગ્યા બનાવી લીધી છે. રેણુકા 692 રેટિંગ પોઈન્ટ સાથે 9મા સ્થાને છે. આ બંને પછી રાધા યાદવ 20માં નંબર પર છે. ટી20 રેન્કિંગમાં ભારતીય ટીમ ત્રીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયા નંબર વન અને ઈંગ્લેન્ડ બીજા નંબર પર છે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution