સ્લોવાકિયા :સ્લોવાકિયાના વડાપ્રધાન રોબર્ટ ફિકોને ગોળી મારી દેવામાં આવી છે. તે ઘાયલ થયાા છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટના રાજધાની બ્રાતિસ્લાવાના ઉત્તર-પૂર્વમાં લગભગ ૧૫૦ કિલોમીટર દૂર હેન્ડલોવા શહેરમાં બની હતી. અકસ્માત બાદ પીએમને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી હવે તેમને રાજધાની બ્રાતિસ્લાવાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.એક શંકાસ્પદની અટકાયત કરવામાં આવી છે. ગોળીબાર બાદ સ્થળ પર હોબાળો મચી ગયો હતો. સામે આવેલા વીડિયોમાં સુરક્ષા દળો આરોપીને કસ્ટડીમાં લેતા અને વડાપ્રધાન ફિકોને કારમાં લઈ જતા જાેઈ શકાય છે. રશિયા તરફી વડાપ્રધાનને હાઉસ ઓફ કલ્ચરની બહાર ગોળી મારી દેવાઇ હતી, જ્યાં તેઓ મીટિંગ કરી રહ્યા હતા. જ્યારે ગોળીઓ ચલાવવામાં આવી ત્યારે પીએમ ફિકો હાઉસની બહાર લોકો સાથે વાત કરી રહ્યા હતા. ગોળી વાગતાની સાથે જ તે જમીન પર પડી ગયા.વડા પ્રધાનપર ચાર ગોળી ચલાવવામાં આવી હતી, જેમાંથી એક વડા પ્રધાનને વાગી હતી. ગોળીબાર કરનાર શંકાસ્પદને ત્યાં હાજર સુરક્ષા દળોએ પકડી લીધો હતો. ગોળીઓ ચલાવવાની સાથે જ સુરક્ષા દળોએ વિસ્તારને કોર્ડન કરી લીધો અને હુમલાખોરને કસ્ટડીમાં લઈ લીધો હતો.