દિલ્હી-
ચીનમાં ભારે વરસાદનાં કારણે મોટી સંખ્યામાં લોકોનાં મોત થયા છે. જણાવી દઇએ કે, મધ્ય ચીનના હુબેઈ પ્રાંતનાં ઉપનગરમાં ભારે વરસાદનાં કારણે ઓછામાં ઓછા 21 લોકોનાં મોત થયા છે અને અન્ય ચાર લોકો ગુમ થયા છે. સ્થાનિક અધિકારીઓએ શુક્રવારે આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સુઇજિયન કાઉન્ટીમાં લિયુલીન શહેર વિસ્તારમાં બુધવારથી ગુરુવાર સુધી 503 મીમી વરસાદ પડ્યો હતો, જેના કારણે 3.5 મીટર ઉંડા પાણી ભરાયા હતા. સરકારી સમાચાર એજન્સી શિન્હુઆએ અહેવાલ આપ્યો છે કે આ વિસ્તારમાં લગભગ 8,000 લોકો વરસાદથી પ્રભાવિત થયા છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. ચીનનાં રાષ્ટ્રીય હવામાન કેન્દ્રએ ગુરુવારે યલો એલર્ટ જારી કર્યું હતું, દેશનાં કેટલાક મધ્ય અને પૂર્વીય ભાગોમાં ભારે વરસાદની ચેતવણી આપી હતી અને સાવચેતીનાં પગલાં લેવા જણાવ્યું હતું. શુક્રવારે હુબેઈ, અનહુઈ, હુનાન, જિયાંગસી અને ઝેજિયાંગનાં કેટલાક વિસ્તારોમાં ભારે મેઘરાજા થવાની સંભાવનાઓ છે, કેટલાક વિસ્તારોમાં 200 મીમી સુધી વરસાદ પડશે. પાંચ પ્રાંતનાં વિસ્તારોમાં દર કલાકે લગભગ 80 મીમી વરસાદ પડી શકે છે, જ્યાં વાવાઝોડા અને વીજળી પડવાની પણ સંભાવના છે.