હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છેઃ યુવાનો પાસે હવે પિસ્તોલ અને રિવોલ્વરને બદલે લેપટોપ -કોમ્પ્યુટર છેઃ રાજનાથ સિંહ

રામબન: જમ્મુ-કાશ્મીરના રામબનમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ના રહેવાસીઓએ ભારતમાં જાેડાવું જાેઈએ, અમે તેમને પોતાના ગણીએ છીએ. રામબનમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે રાજનાથે આ નિવેદન આપ્યું હતું.રાજનાથે કહ્યું કે કોંગ્રેસ એનસી ગઠબંધન કહે છે કે તે કલમ ૩૭૦ને પુનઃસ્થાપિત કરશે પરંતુ જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી કોઈ એવું કરી શકશે નહીં. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ બદલાઈ ગઈ છે, યુવાનો પાસે હવે પિસ્તોલ અને રિવોલ્વરને બદલે લેપટોપ અને કોમ્પ્યુટર છે.રાજનાથે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં દસ વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. અહીં યોજાનારી ચૂંટણી પર સમગ્ર ભારત અને સમગ્ર વિશ્વની નજર છે. જમ્મુ-કાશ્મીરમાં લોકો લાંબા સમયથી તેમના અધિકારોથી વંચિત હતા. આ વિધાનસભા ચૂંટણીમાં પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓ, આપણા વાલ્મિકી સમુદાય અને સફાઈ કામદારોના પરિવારોને પ્રથમ વખત સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર મળ્યો છે.

રાજનાથે કહ્યું કે એસસી કેટેગરીના લાભ મેળવવાની વાલ્મિકી સમાજની વર્ષો જૂની માંગ પૂરી થઈ ગઈ છે. પ્રથમ વખત એસટી સમુદાય માટે વિધાનસભામાં બેઠકો અનામત રાખવામાં આવી છે. કાશ્મીર ખીણમાં આપણે જે પરિવર્તન જાેઈ રહ્યા છીએ તે આજે આખી દુનિયા જાેઈ રહી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution