અરવલ્લી, તા.૧૧
સમગ્ર રાજયમાં મહિલા સશક્તિકરણની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત સોમવારના રોજ બાળપોષણ દિન ઉજવાયો હતો. જેમાં અરવલ્લી જિલ્લાના ૨૫ ગામોની બહેનો જોડાઇ હતી.
વેબીનારના માધ્યમથી યોજાયેલ કાર્યક્રમમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વિભાવરીબેન દવેએ મહિલાલક્ષી રાજ્ય સરકારની યોજનાઓ વિશે સમજ આપી આપી હતી. તેમણે અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇનની રેસ્ક્યુ સર્વિસને બિરદાવતા જણાવ્યું હતું કે ૨૪*૭ કાર્ય કરતા કાઉંસેલર મુશ્કેલીમાં મુકાયેલ મહિલાઓને ત્વરિત મદદ, માર્ગદર્શન અને સહાય પહોંચાડે છે. રાજ્ય સરકારે પણ મહિલાલક્ષી કાર્યક્રમોને અગ્રીમતા આપી છે અને જરૂરિયતમંદ મહિલાઓ, યુવતીઓ એ પોતાના શિક્ષણ, આરોગ્ય, સ્વરોજગારી માટે લાભ લઈ આત્મ ર્નિભર બન્યા છે.આ ઉપરાંત એથ્લેટીક્સ સરિતા ગાયકવાડે વેબિનારના માધ્યમથી અભયમ ટીમને માર્ગદર્શન આપતાં જણાવેલ કે મનોબળ મક્કમ હોય, મહેનત અને લગન હોય અને ધ્યેય નક્કી કરવામાં આવે તો કોઈ પણ કાર્ય સિદ્ધ થઈ શકે છે. તેઓએ શરૂઆતના પરિશ્રમથી સ્ટ્રગલ કરી અને એશિયન ગેમમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો ત્યાં સુધીની રૂપરેખા આપી સૌને પ્રોત્સહિત કર્યા હતા. તેમણે અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન ઘ્વારા ૨૪*૭પીડિત મહિલાઓને મદદ, માર્ગદર્શન અને બચાવ કરવામાં આવી રહેલ કામગીરીને બિરદાવી હતી. વેબીનારમાં હેલ્પલાઇનના કાઉન્સિલર તેમજ ગ્રામ્ય વિસ્તારના બહેનો દ્વારા પ્રશ્નોત્તરી કરી ઇન્ટરેકટિવ સેશનમાં જોડાઇ હતી.