મુંબઇ
2020માં ઘણાં સેલિબ્રિટીઝનાં ઘરમાં કિલકીલારી ગુંજવાની છે તો કેટલાંકે આ કોરોના કાળમાં પોતાનું ઘર પણ વસાવી લીધુ છે. અને જીવનની નવી શરૂઆત કરી લીધી છે. સાઉથથી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી કાજલ અગ્રવાલ હાલમાં તેનાં લગ્નની વાતોને લઇને ચર્ચામાં છે. લગ્નની ખબર બાદ હવે કાજલે તેનાં મંગેતર ગૌતમ કિચલૂની સાથેની પહેલી તસવીર શેર કરી છે. કાજલ અગ્રવાલ પોતાના થનારા પતિ ગૌતમ કિચલૂની તસવીર શેર કરી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીર શેર કરી છે જેમાં બંને ખુબ ખુશ નજર આવે છે. તસવીર શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું છે કે, અમારા તરફથી આપ સૌને દશેરાની શુભકામનાઓ. આ સાથે જ તેણે #kajgautkitched હેશટેગ શેર કર્યું છે
30 ઓક્ટોબરનાં કાજલ લગ્નનાં બંધનમાં બંધાવવા જઇ રહી છે. આ વાતની જાણકારી ખુદ એક્ટ્રેસે છ ઓક્ટોબરનાં એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શેર કરી હતી. ગૌતમ ઇન્ટીરિયર ડિઝાઇનીંગનો બિઝનેસ કરે છે. તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ જોઇને આ વાતનો અહેસાસ થઇ જાય છે કે, તેને ડિઝાઇન્સ કેટલી પસંદ છે. ગૌતમ અને કાજલનાં લગ્નની તૈયારીઓ જોર શોરથી ચાલી રહી છે. થોડા દિવસ પહેલાં લગ્ન માટે તૈયાર કરવામાં આવેલાં કપડાંની એક ઝલક તેણે શેર કરી હતી.
આપને જણાવી દઇએ કે, હિન્દી ફિલમો ઉપરાંત કાજલે સાઉથ સિનેમામાં ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યો છે. કાજલ, અજય દેવગણની સાથે રોહિત શેટ્ટીની હિટ ફિલ્મમાં સિંધમમાં નજર આવી હતી. આ બાદ તેણે અક્ષય કુમારની સ્પેશલ છબ્બીસમાં પણ કામ કર્યુ છે.