મુંબઇ
ઉદિત નારાયણના દીકરા અને ઇન્ડિયન આઇડોલના હોસ્ટ આદિત્ય નારાયણના ઘરે વેડિંગ ફંક્શનની શરૂઆત થઈ છે. એક્ટ્રેસ શ્વેતા અગ્રવાલ સાથે લગ્નની જાહેરાત થયા બાદ હવે તેના રોકા સમારોહની તસવીર સામે આવી છે. તસવીરમાં બંનેનો પરિવાર જોવા મળે છે. તસવીરમાં આદિત્ય ગ્રે શર્ટ અને ડેનિમ પહેરેલો જોવા મળી રહ્યો છે તો શ્વેતા પિંક સલવાર સૂટમાં સુંદર લાગી રહી છે. બંનેના હાથમાં શુકન મૂકેલા પણ જોઈ શકાય છે. બન્નેની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
થોડા સમય પહેલા આદિત્યએ તેની ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથેના રિલેશનશીપ સ્ટેટસની પુષ્ટિ કરતી એક તસવીર પોસ્ટ કરી હતી. આ જાહેરાત સાથે તેણે એમ પણ કહ્યું હતું કે, બંને જલ્દીથી લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. લગ્નની તૈયારી માટે તેણે સોશિયલ મીડિયા પરથી બ્રેક પણ લીધો છે.
શ્વેતા સાથે ફોટો શેર કરતી વખતે આદિત્યએ લખ્યું કે, 'અમે લગ્ન કરી રહ્યા છીએ. હું દુનિયાનો સૌથી ખુશ વ્યક્તિ છું કે મને શ્વેતા મળી. મારી સોલમેટ, 11 વર્ષ પહેલા અને હવે અમે ફાઈનલી ડિસેમ્બર મહિનામાં લગ્નના બંધનમાં બંધાવા માટે જઈ રહ્યાં છીએ. અમે બન્ને ખૂબ જ પ્રાઈવેટ લોકો છીએ. એવું માનીએ છીએ કે એક વ્યક્તિની જિંદગીને પ્રાઈવેટ રાખવી જોઈએ. લગ્નની તૈયારીઓ માટે સોશિયલ મીડિયા પરથી બ્રેક લઈ રહ્યો છું. ડિસેમ્બરમાં મળીશું. કહ્યું હતું ને કે કભી ન કભી તો મિલોગે કહીં પર હમ કો યકીન હૈ....'