સિંગાપોર ઓપનની ગાયત્રી-ત્રિસાની જોડી સિઝનની પ્રથમ સેમિફાઈનલમાં પહોંચી:


નવીદિલ્હી :ગાયત્રી ગોપીચંદ અને ટ્રિસા જોલીની ભારતીય શટલર જોડી સિંગાપોર ઓપનની સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. તેઓએ ક્વાર્ટર ફાઈનલમાં વર્લ્ડ નંબર-6 સાઉથ કોરિયાની જોડી કિમ યોંગ અને કોંગ યંગને 21-18, 21-9, 24-23થી પરાજય આપ્યો હતો. ભારતીય જોડી સેમિફાઈનલમાં ઈન્ડોનેશિયા અને જાપાન વચ્ચેની મેચના વિજેતા સાથે ટકરાશે.

આ જીત સાથે ભારતીય જોડી સિઝનની પ્રથમ સેમિફાઈનલ રમશે. આ પહેલા બંને 2023 ઓલ ઇંગ્લેન્ડ ઓપનની સેમિફાઈનલમાં પહોંચ્યા હતા. ટીમ ત્રીજા સ્થાને રહી હતી.

પ્રથમ ગેમ હાર્યા બાદ કમબેક

ગાયત્રી અને ટ્રીસા વચ્ચેનો મુકાબલો ઉગ્ર રહ્યો હતો, પ્રથમ ગેમમાં શરૂઆતના 4 પોઈન્ટ બાદ ભારતીય જોડી પાછળ રહેવા લાગી હતી. કોરિયાના કિમ અને કોંગે ત્રણ પોઈન્ટની સરસાઈ મેળવી હતી અને તેને જાળવી રાખી હતી. આ દરમિયાન ભારતીય જોડીએ ઘણી ભૂલો કરી અને તેને ઉભરવાની તક મળી ન હતી. દક્ષિણ કોરિયાની જોડીએ પ્રથમ ગેમ 21-18થી જીતી હતી.

બીજી ગેમમાં ગાયત્રી અને ટ્રીસાએ અલગ વ્યૂહરચના અપનાવી હતી. જોકે, 7-3થી આગળ થયા બાદ ટ્રીસા અને ગાયત્રીએ સતત 5 પોઈન્ટ ગુમાવ્યા હતા. પ્રથમ હાફ પછી કોરિયન જોડીએ દબાણ સર્જ્યું હતું, પરંતુ ભારતે કમબેક કર્યું હતું અને 21-19થી ગેમ જીતીને મેચ બરાબરી કરી હતી. ત્રીજી ગેમમાં સ્પર્ધા જોરદાર રહી હતી. બંનેમાંથી કોઈએ પણ લીડને 3 થી વધુ વધવા દીધી નથી. બે મેચ પોઈન્ટ ગુમાવ્યા બાદ ગાયત્રી અને ટ્રીસાએ 24-22થી ગેમ જીતી લીધી હતી.)

એક દિવસ પહેલાં ગુરુવારે મેન્સ સિંગલ્સમાં ભારતના એચએસ પ્રણયને 45 મિનિટ સુધી ચાલેલી મેચમાં 11મી ક્રમાંકિત જાપાનના કેન્ટા નિશિમોટો સામે 13-21, 21-14, 15-21થી હારનો સામનો કરવો પડ્યો હતો. જાપાની ખેલાડી સામે છ મેચમાં ભારતીય ખેલાડીની આ ચોથી હાર હતી.બીજી તરફ બે વખતની ઓલિમ્પિક ચેમ્પિયન પીવી સિંધુ રાઉન્ડ ઑફ 16 મેચમાં સ્પેનની કેરોલિના મારિન સામે હારીને બહાર થઈ ગઈ હતી. આ મેચમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા હતા, ભારતીય શટલરે પ્રથમ ગેમ જીતી હતી, પરંતુ બાદમાં તે મેચ 21-11, 11-21, 20-22થી હારી ગઈ હતી. સ્પેનિશ ખેલાડીના હાથે સિંધુની આ સતત છઠ્ઠી હાર હતી.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution