વડોદરા : શુક્રવારે સવારે શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા કાલાઘોડા સર્કલ પાસેથી કારમાં નવવધુ પસાર થઇ રહી હતી. દરમિયાન તેણે માસ્ક ન પહેર્યું હોવાનું સ્થળ પર હાજર પોલીસ જવાનોના ધ્યાને આવ્યું હતું. જેથી પોલીસે ગાડી રોકીને નવવધુને માસ્ક ન પહેરવા બદલ રૂ. ૧ હજારના દંડ ફટકારવામાં આવ્યો હતો. નવવધુ દંડની પાવતી પર સહિ કરવા માટે બહાર નિકળી ત્યારે તેના મોઢા પર માસ્ક જોવા મળ્યું હતું. સામાન્ય રીતે લગ્નમાં લોકો તરફથી ચાંલ્લા સ્વરૂપે ભેટ અથવા રોકડ મળતી હોય છે. પરંતુ કાલાઘોડા પાસે માસ્ક વગર કારમાં પકડાયેલી નવવધુએ પોલીસને રૂ. ૧ હજારનો ચાંલ્લો કરવો પડ્યો તેવી સ્થિતી સર્જાઇ હતી.