ઉમરેઠ સંતરામ મંદિરમાં કોરોના મહામારીને કારણે આજે સાદગી પૂર્ણ ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો હતો. શ્રી ગણેશદાસજી મહારાજે જણાવ્યું હતું કે, કોરોના સંક્રમન ન થાય જેને પગલે આજે મહા પ્રસાદ તેમજ પાદૂકા પૂજન કાર્યક્રમ રાખ્યો નથી અને ગુરુ પૂર્ણીમાના પવિત્ર દિવસે વિશ્વના તમામ જીવો ઉપર ભગવાનની ખુબ કૃપા રહે અને કોરોના મહામારીથી વિશ્વના તમામ જીવ મુક્ત થાય તેવી પ્રભુને પ્રાર્થના કરી હતી.