સોલાર પેનલમાં ચાંદીનો ઉપયોગ ૨૦૨૫ સુધીમાં બમણો થવાનો અંદાજ



વિશ્વભરના ઉદ્યોગોમાં ચાંદીનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. આ કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ચાંદીની માગ અને કિંમત ઝડપથી વધી રહી છે. ૫ય્, ટેક્નોલોજી, સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રિક વાહનો, સોલાર પેનલ્સ અને મેડિકલ ઉપકરણોમાં ચાંદીનો ઉપયોગ વધી રહ્યો છે. એચડીએફસી સિક્યોરિટીઝના કોમોડિટીઝ હેડ અનુજ ગુપ્તા કહે છે કે આનાથી ચાંદીના વૈશ્વિક પુરવઠામાં ઘટાડો થયો છે. તાજેતરના વર્લ્ડ સિલ્વર સર્વે અનુસાર, સતત પાંચમા વર્ષે માગની સરખામણીએ ચાંદીના પુરવઠામાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. ૨૦૨૩માં માગની સરખામણીમાં ૪,૦૨૬ ટન ચાંદીની અછત હતી. ૨૦૨૪માં ઔદ્યોગિક માગને કારણે, માગની તુલનામાં ૭,૫૧૩ ટન ચાંદીનો ઓછો પુરવઠો થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં, ૨૦૨૪ના અંત સુધીમાં, ચાંદી રૂ. ૯૦ હજાર પ્રતિ કિલોગ્રામ સુધી જઈ શકે છે, જે હાલમાં રૂ. ૮૩,૩૩૮ પર છે.

ચાંદીનો ઔદ્યોગિક ઉપયોગ વિશ્વભરમાં કુલ વપરાશના ૫૦% સુધી પહોંચી ગયો છે. ૨૦૨૩માં ઈલેક્ટ્રોનિક્સ, સોલાર પેનલ, ઓટોમાં માગ ૧૧% વધીને ૨૦,૩૫૩ ટન થઈ.સોલાર પેનલમાં ચાંદીનો ઉપયોગ ૨૦૨૫ સુધીમાં બમણો થવાનો અંદાજ છે. ૨૦૨૩માં, સોલર પેનલમાં ૫૪૮૫ ટન ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે ૨૦૨૨ની તુલનામાં લગભગ ૨૦% વધુ છે.ઇલેક્ટ્રિક વાહનોમાં ચાંદીનો વપરાશ ઝડપથી વધી રહ્યો છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણમાં વધારો થવાને કારણે ૨૦૨૫ સુધીમાં ઓટો સેક્ટરમાં માંગ ૫,૨૫૦ ટન સુધી પહોંચવાની ધારણા છે.૨૦૨૩માં સિલ્વર જ્વેલરીની માગ ૫,૬૫૫ ટન હતી. સોનાના ભાવમાં વધારો થતાં ચાંદીના દાગીનાની માગ ઝડપથી વધે છે. આવી સ્થિતિમાં આ સેક્ટરમાં પણ માગ વધવાની શક્યતા છે. યુદ્ધના સમયમાં લોકો અનામત વધારી રહ્યા છે રશિયા-યુક્રેન અને ઈઝરાયલ-હમાસ યુદ્ધને કારણે અનિશ્ચિતતા વધી રહી છે. જેના કારણે વિશ્વભરના ધનિક લોકો અને કેન્દ્રીય બેંકો સોના અને ચાંદીના ભંડારમાં વધારો કરી રહી છે.અમેરિકામાં ૨૦૦૮ પછી પહેલીવાર વ્યાજ દરોમાં ઘટાડો થવાનો છે. તેનાથી ઉદ્યોગને સસ્તી લોન મળશે. ગ્રોથ વધશે જેના કારણે ચાંદીનો વપરાશ વધુ વધશે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution