ચાંદી રૂ. ૯૪૦૦૦ પ્રતિ કિગ્રાની ઐતિહાસિક સર્વોચ્ચ ટોચે ઃરોકાણકારોની ખરીદીમાં વધારો

મુંબઈ : સોના કરતાં ચાંદીમાં રેકોર્ડ તેજીનો દોર જારી રહ્યો છે. વૈશ્વિક બજારોની સથવારે આજે સ્થાનીય બજારમાં ચાંદી રૂ. ૯૪૦૦૦ પ્રતિ કિગ્રાની સર્વોચ્ચ ટોચે પહોંચી છે. અમદાવાદ હાજર બજારમાં સોનાની કિંમત આજે નજીવી રૂ. ૨૦૦ વધી રૂ. ૭૪૭૫૦ પ્રતિ ૧૦ ગ્રામ નોંધાઈ છે. જ્યારે ચાંદીમાં રૂ.૧૦૦૦નો ઉછાળો નોંધાઈ ભાવ કિગ્રાદીઠ રૂ. ૯૪૦૦૦ની ઐતિહાસિક ટોચે પહોંચ્યો છે. અગાઉ ૨૨ મેના રોજ રૂ. ૯૩૦૦૦ની ટોચ નોંધાવી હતી. અમદાવાદ ચોક્સી મહાજનના હેમંત સથવારાના જણાવ્યા પ્રમાણે, સ્થાનિક બજારોમાં રોજ નવા રેકોર્ડ ભાવના કારણે ઘરાકી મંદ રહી છે. પરંતુ વૈશ્વિક સ્તરે સંસ્થાકીય રોકાણકારોની ખરીદીમાં વૃદ્ધિના કારણે સોના-ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે. જાે ફેડ દ્વારા વ્યાજદરોમાં ઘટાડો કરવાની શક્યતા પ્રબળ બને તો આગામી થોડા મહિનામાં ચાંદી રૂ. ૧ લાખ પ્રતિ કિગ્રાના રેકોર્ડ સ્તરે પહોંચશે.

સ્થાનીય બજારમાં સોના-ચાંદીના રેટ પર નજર કરીએ તો, ચાલુ કેલેન્ડર વર્ષમાં સોના કરતાં ચાંદીમાં આકર્ષક રિટર્ન જાેવા મળ્યું છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં ચાંદી રૂ. ૭૪૫૦૦ના લેવલથી રૂ. ૧૯૫૦૦ વધી રૂ. ૯૪૦૦૦ પ્રતિ કિગ્રા થઈ છે. જે ૨૬.૧૭ ટકા ઉછાળો દર્શાવે છે. જ્યારે સોનુ આજના ભાવ સામે અત્યારસુધી ૧૪.૪૭ ટકા (રૂ. ૯૪૫૦ પ્રતિ ૧૦ ગ્રામ) રિટર્ન આપી રહ્યું છે.

વૈશ્વિક બજારોમાં ચાંદીની માગ સતત વધી રહી છે. વૈશ્વિક બજારોમાં ચાંદી (ર્ઝ્રંસ્ઈઠ)ના ભાવ ૩૧.૩૩ ટકા વધ્યા છે. જ્યારે સોનામાં ૧૧.૨૩ ટકાનો ઉછાળો નોંધાયો છે. અમેરિકી વ્યાજદરોમાં ઘટાડાનો આશાવાદ, જિઓ-પોલિટિકલ ક્રાઈસિસમાં વધારાના પગલે કિંમતી ધાતુ પ્રત્યે આકર્ષણ વધ્યું છે. બીજી બાજુ ઔદ્યોગિક માગ પણ વધી છે. રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપવા મામલે સોલાર પેનલ, ઈલેક્ટ્રિક વ્હિકલ્સની વધતી માગના કારણે ચાંદીની માગ વધી છે. “કોમેક્સમાં સોનાના ભાવને ૨૩૫૫-૨૩૬૦ઇં પર રેઝિસ્ટન્સ લેવલનો સામનો કરવો પડ્યો હતો, અને સ્ઝ્રઠ સોનાને ૭૨૪૫૦ રૂપિયાની આસપાસ વેચવાલીનો સામનો કરવો પડ્યો હતો. ડૉલરમાં નજીવો વધારો, અને શુક્રવારે આગામી ઁઝ્રઈ પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા જે ફુગાવાના અંદાજાે તરફ સંકેત આપશે આ રીતે સકારાત્મક પછી સોનામાં પ્રોફિટ બુકિંગ જાેવા મળ્યું હતું. છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનમાં ૭૧૨૫૦ થી ૭૨૪૫૦ સુધીની રેલી ઁઝ્રઈ પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા બહાર ન આવે ત્યાં સુધી સોનું ૭૧૦૦૦ અને ૭૨૬૦૦ની નજીક રેઝિસ્ટન્સ લેશે.”

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution