વડોદરા, તા.૧૬
કોરોના વાઈરસની મહામારીમાં આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા વડોદરાના પ્રજ્ઞાચક્ષુઓએ પડતર માગણીઓને લઈને સયાજીગંજ ડેરીડેન સર્કલ ખાતે મૌન વિરોધ કર્યો હતો. જેમાં સુરદાસ યોજના હેઠળ મળતા રૂા. ૫૦૦ના બદલે પ્રજ્ઞાચક્ષુઓને દર મહિને રૂા.૧૦૦૦ આપવામાં આવે, ઉપરાંત લાઈટબિલ, વેરાબિલ માફ કરવામાં આવે તેવી માગણી કરી છે. કોરોના વાઈરસની મહામારી અને લાૅકડાઉનના કારણે અનેકના રોજગાર-ધંધા પર વ્યાપર અસર થઈ છે ત્યારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા વડોદરાના પ્રજ્ઞાચક્ષુઓએ પડતર માગણીઓ સંદર્ભે સયાજીગંજ ડેરીડેન સર્કલ ખાતે મૌન વિરોધ કર્યો હતો. પ્રજ્ઞાચક્ષુઓએ જણાવ્યું હતું કે, કોરોના વાઈરસની મહામારીમાં અમને કોઈ સરકારી લાભ મળ્યો નથી કે સરકારે આપેલા વચન પ્રમાણે સહાય પણ મળી નથી. ઘણાં પ્રજ્ઞાચક્ષુઓ ભૂખમરાનો ભોગ બન્યા છે. ત્યારે હાલની સ્થિતિમાં પ્રજ્ઞાચક્ષુઓના લાઈટબિલ, વેરાબિલ માફ કરવા જાેઈએ. ઉપરાંત સંત સુરદાસ યોજના હેઠળ સરકાર દ્વારા મળતા રૂા.૫૦૦ના બદલે દર મહિને રૂા.૧૦૦૦ આપવાની માગ કરી છે.