અમદાવાદ-
ગુજરાતમાં તૌકતે વાવાઝોડાનું સંકટ સતત વધી રહ્યુ છે અને તોફાન આજે રાત્રે ગુજરાતને ટકરાય તેવી આશંકા છે. ત્યારે ગુજરાતના દરિયાકિનારા પર 25 વર્ષ બાદ 10 નબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે, વાવાઝોડાની અસર અને પવનની ગતિને ધ્યાનમાં રાખીને, બંદરો પર આ પ્રકારના નંબરના સિગ્નલ આપવામાં આવ્યા છે, ત્યારે ગુજરાતના દરિયા કિનારાના ગામો ખાલી કરાવવામાં આવી રહ્યા છે.
કોરોના વાયરસ સામે લડતા ગુજરાતના માથે, વાવાઝોડાનુ ખૂબ જ મોટું સંકટ આવીને ઊભુ થયુ છે. ત્યારે આ વાવાઝોડાએ હવે ગતિ વધારી છે અને ઝડપથી ગુજરાત તરફ તે આગળ વધી રહ્યુ છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આ વાવાઝોડાને અતિ ગંભીર કેટેગરીમાં મૂકી દેવામાં આવ્યું છે. આ વાવાઝોડાને કેટેગરી ચારમાં રાખવામાં આવ્યુ છે અને આ કેટેગરીમાં 225થી 279 કિમી ઝડપે પવન ફૂંકાય છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, સોમવારે રાત્રે જ વાવાઝોડું ગુજરાતને ટકરાવાનુ છે. ગુજરાતમાં 25 વર્ષ બાદ દરિયાકિનારે, 10 નંબરનુ સિગ્નલ આપી દેવામાં આવ્યુ છે.