શ્વેતા ત્રિપાઠી હવે ઓળખાય છે ‘ગોલુ ડોન’ના નામથી..

વેબસિરીઝ દ્વારા ઘણા કલાકારોએ ફિલ્મ જગતમાં પોતાનું નામ કર્યું છે અને સંઘર્ષ કરીને પ્રેક્ષકોના દિલમાં પણ રાજ કરી ચૂક્યા છે. આજકાલ ર્ં્‌્‌ પ્લેટફોર્મ પર નાનામાં નાનો રોલ કરીને પ્રખ્યાત થયેલા કલાકારોના નામનું લિસ્ટ નાનું નથી. એમાંની જ એક કલાકાર શ્વેતા ત્રિપાઠી- ગોલૂ ડોન. છસ્છર્ઢંદ્ગ ઁઇૈંસ્ઈ પર રિલીઝ થયેલ મિર્ઝાપૂર-૩ની ઘણી ચર્ચા વહેતી થઈ છે. જેમાં ગોલુ ડોનના કીરદારને પ્રેક્ષકોએ ઘણો જ પસંદ કર્યો છે. હવે તો એવું થઈ ગયું છે કે શ્વેતાને તેના રિયલ નામથી ઓળખવાને બદલે લોકો ગોલુ ડોન,ગોલુ દીદીના નામથી જ ઓળખે છે.

એક્ટિંગ કરિયરમાં એન્ટ્રી કરતાં પહેલા જર્નાલિસ્ટ રહેલી શ્વેતા ત્રિપાઠીનો જન્મ ૬ જુલાઈ ૧૯૮૫ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. પિતા આઈએએસ ઓફિસર હોવાથી પરિવારે ઘણી પ્રગતિ કરી હતી. શ્વેતાએ અંાદામાન નિકોબારના ટાપુઓ પર અને મુંબઈમાં પોતાનું બાળપણ વિતાવ્યું હતું. શૈક્ષણિક અભ્યાસ પૂર્ણ કરવા દિલ્હી પાછા ફર્યા, ત્યારબાદ ફેશન કમ્યુનિકેશનમાં સ્નાતક પૂર્ણ કર્યું હતું.

શ્વેતા ત્રિપાઠી એક ભારતીય અભિનેત્રી છે, જે મિર્ઝાપુરમાં ગોલુ ગુપ્તાના પાત્ર માટે ખૂબ જ પ્રખ્યાત છે. તેણે ફિલ્મી કરિયરની શરૂઆત પ્રોડક્શન આસિસ્ટન્ટ અને એસોસીએટ ડાયરેક્ટર તરીકે કરી હતી. તેણે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને વેબ સિરીઝમાં અભિનય માટે ઘણી પ્રશંસા મેળવી છે. જેમાં તેની ૨૦૧૫માં રિલીઝ થયેલ ‘મસાન’ અને ૨૦૧૭માં રિલીઝ થયેલ ‘હરામખોર’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

શ્વેતાની એક્ટિંગ કરિયરની વાત કરીએ તો, તેણે એક્ટિંગનો ક્યારેય વિચાર નહોતો કર્યો. પિતા આઈએએસ અને માતા શિક્ષિકા હોવાથી સિનેમા સાથે દૂર દૂર સુધી કોઈ જ કનેક્શન નહોતું. પણ જાે એકવાર એક્ટિંગનો કીડો જાગે તો તમને બીજા કોઈપણ પ્રોફેશનમાં કામ કરવાનું મન જ ન થાય. શ્વેતા પોતાની એક્ટિંગ કરિયરની સફર વિશે વાત કરતા કહે છે કે, તેણે વોઇસ ઓવર આર્ટિસ્ટ તરીકે કરિયરની શરૂઆત કરી હતી. જેમાં તેણે ૩-૪ કેરેક્ટર માટે વોઇસ ડબીંગ પણ કરી હતી. એ રીતે પ્રથમ વાર શ્વેતા ટેલિવિઝનનો હિસ્સો બની અને તેના માતા પિતાને ત્યારે જ ખબર પડી કે શ્વેતા હવે ટેલિવિઝન પર દેખાશે. પોતાની જર્નાલિસ્ટ , ફોટો એડિટર અને કાસ્ટિંગ ડાયરેક્ટર દીકરીને એક્ટિંગ કરતાં જાેવે તો તે વાતને સ્વીકારવા માતા પિતાને સમય તો લાગે જ. શ્વેતાના માતા પિતા માટે એ સ્વીકારવું થોડુંક મુશ્કેલ હતું પણ શ્વેતાની સફળતા જાેતા તેઓ ખુશ હતા.

શ્વેતાએ દિલ્હીમાં રહીને દ્ગૈંહ્લ્‌નો કોર્સ કરી ઇન્ટરનશીપ માટે મુંબઈ પરત ફરી. ચાર મહિનાની ઇન્ટર્નશીપ દરમિયાન તેણે જર્નાલિસ્ટની નોકરી સ્વીકારી હતી. ત્યારબાદ ટ્રેલર કટીંગ અને કાસ્ટિંગનું કામ કરતા તેને ફિલ્મોમાં કામ કરવા ઓફર મળવા લાગી.

૨૦૧૫માં રિલીઝ થયેલ ફિલ્મ ‘મસાન’માં શ્વેતાએ અભિનેતા વિકી કૌશલની ગર્લફ્રેન્ડની ભૂમિકા ભજવી ઘણી પ્રશંસા મેળવી હતી. શ્વેતા ભારતની પ્રથમ ફીચર લેન્થ મુવી ‘ઝૂ’ નો પણ એક ભાગ રહી ચૂકી છે જે સંપૂર્ણપણે ૈॅર્રહી પર શૂટ કરવામાં આવી હતી. વેબ સિરીઝ મિરઝાપુરમાં ગોલુ ગુપ્તા તરીકે તેને સ્ત્રીઓની જાતીયતાના સ્પષ્ટ ચિત્રણ માટે પ્રશંસા મેળવી છે. શ્વેતાની છેલ્લી મુવી ‘ગોન કેશ’ કે જેમાં તે સૌથી મહત્વકાંક્ષી તરીકે અભિનય કરે છે. જેમાં શ્વેતા એક નૃત્યાંગનાની ભૂમિકા ભજવે છે અને તેના માથામાં થતા ઉંદરીના રોગના લીધે તે પોતાના વાળ અને આત્મસન્માન બંને ગુમાવે છે.

શ્વેતાની એક મિત્રની ૬૨ વર્ષની પ્રિન્સિપલ માતાની વાત કરતા કહે છે કે, તેમણે મિર્ઝાપુરની બે સિરીઝ નહોતી જાેઈ પરંતુ મિર્ઝાપુર-૩ જાેવા માટે તેમણે મીરજાપુરની બંને સિરીઝ જાેઈ. પોતાનું મંતવ્ય વ્યક્ત કરતા કહે છે કે વેબસિરીઝમાં થોડું બિભત્સ છે પણ છે બહુ સરસ.

શ્વેતાનું માનવું એમ છે કે સિરીઝમાં અપશબ્દો, ખૂનખરાબાવાળા સીન છે પણ આ બધી વાતો સમાજને સ્ટોરી-ટેલીંગ દ્વારા દર્શાવવું પણ એટલું જ જરૂરી છે. આપણે જે સમાજમાં રહીએ છીએ તેમાં આ બધી વાત માટે શરમાવું ન જાેઈએ.

શ્વેતા એક્ટિંગ વગર પોતાની લાઈફને વિચારી પણ નથી શકતી. શ્વેતા એક્ટર તરીકે ખૂબ જ ખુશ છે અને સાથે સાથે કમાણી પણ કરે છે.

મિરઝાપુર-૩ની વાત કરીએ તો શૂટિંગના સેટ પર શ્વેતા ક્યારેક પોતાના કો- એક્ટર સાથેના ભેદભાવથી નાખુશ છે. શ્વેતા પાસે ઓછી ફિલ્મો કે વેબસરીઝ હોવાથી તેને તેના કો-સ્ટાર કરતાં ઓછી સગવડો મળે છે. અને તે માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી પૂરતું નહીં પરંતુ રીયલ લાઇફમાં પણ તેને તે ભેદભાવનો સામનો કરવો પડે છે.

શ્વેતા તેના કરિયર માટે પ્રેક્ષકો અને મીડિયા જગતનો આભાર માને છે અને તેમના પ્રેમ અને સહકારથી આગળ પણ સારી ફિલ્મો અને વેબસરીઝમાં એક્ટિંગ કરી પ્રેક્ષકોની વધુ પ્રશંસા મેળવશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution