શુભમન ગીલને કેપ્ટનશિપ કેવી રીતે કરવી તે આવડતું જ નથીઃ પૂર્વ ક્રિકેટર

રોહિત શર્મા બાદ ટી૨૦ ક્રિકેટમાં ભારતીય ટીમની કમાન કોના હાથમાં સોંપાશે તેને લઈને ચર્ચા થઈ રહી છે. કેપ્ટનશીપમાં શુભમન ગિલના નામની પણ ચર્ચા થાય છે અને હાલ ઝિમ્બાવે પ્રવાસે પણ તેની આગેવાની હેઠળ જ યજમાન ટીમને ૪-૧થી હરાવ્યું છે. ત્યારે ગિલની કેપ્ટન્સીને લઈને પૂર્વ ભારતીય ખેલાડીએ એવો દાવો કર્યો કે જેને લઈને ભારતીય ક્રિકેટમાં ખળભળાટ મચી ગયો છે.

ભારતીય ટીમના પૂર્વ ખેલાડી અમિત મિશ્રાએ એક પોડકાસ્ટમાં ગિલની કેપ્ટનશીપની ટીકા કરીને સવાલો ઉઠાવ્યા હતા. પોડકાસ્ટમાં જ્યારે મિશ્નાને પૂછવામાં આવ્યું કે શું ગિલ ભારતનો ભાવિ કેપ્ટન છે. ત્યારે અમિત મિશ્રાએ આના પર પ્રતિક્રિયાઆપતા સીધું જ કહી દીધુ હતું કે, ‘ગિલને કેપ્ટન્સી કેવી રીતે કરવી તેનો કોઈ આઇડ્યા જ નથી. મેં તેને આઈપીએલ કેપ્ટનશીપ કરતા જાેયો છે, ગિલને કેપ્ટનશીપ કેવી રીતે કરવી તે આવડતું જ નથી.’

આ ઉપરાંત અમિત મિશ્રાએ વધુમાં કહ્યું હતું કે, ‘મને લાગે છે કે ઋતુરાજ ગાયકવાડ ગિલ કરતાં વધુ સારો ખેલાડી છે. હું ગિલનો કોઈ હેટર નથી, પરંતુ મને લાગે છે કે ઋતુરાજને કેપ્ટન્સી આપવી જાેઈતી હતી. ગિલને વધુ તકો મળી રહી છે કારણ કે રાહુલ દ્રવિડ તેને વધુ પસંદ કરે છે.’ અમિત મિશ્રાનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. નોંધનીય છે કે રોહિત શમર્નિી ટી૨૦માંથી નિવૃત્તિ પછી ટી૨૦માં ભારતનો આગામી સુકાની પર ટૂંક સમયમાં ર્નિણય લેવામાં આવનાર છે. હાર્દિક પંડ્યારેસમાં સૌથી આગળ જાેવા મળી રહ્યો છે. ગિલ સિવાય સૂર્યકુમાર અને પંતના નામની પણ ચચરિ્ થઈ રહી છે. ગૌતમ ગંભીરના કોચ બન્યા બાદ હવે જાેવાનું એ રહેશે કે શ્રીલંકા સામેની સીરીઝ માટે ભારતની કેપ્ટનશીપ કયા ખેલાડીને મળે છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution