સુરત, તા.૧૬
વરસાદથી સમગ્ર દક્ષિણ ગુજરાત તરબોળ બન્યુ છે વિતેલા ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ કપરાડામાં ૮ ઇંચ ખાબક્યો છે. વઘઈમાં પાંચ ઇંચથી વધુ સાથે તમામ જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદને લઈને નદી, નાળા, સરોવર અને ખાડીઓ છલકાઇ ઉઠતા જનજીવનને ભારે અસર પહોંચી છે. નદીઓ અને ખાડીઓમાં ઘોડાપુર આવતા રસ્તા પર પાણી ફરી વળતા અનેક સોસાયટીઓ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને મુશ્કેલીનો સામનો વેઠવો પડી રહ્યો છે.
દક્ષિણ ગુજરાતને પાંચ દિવસથી ધમરોળ્યા બાદ રવિવારે સવારથી મેઘરાજાનું જોર ધીમું પડયું છે. ચાર દિવસ સાંબેલાધારે વરસાદી પાણી વરસતા અનેક રસ્તાપર પાણી ફરી વળ્યા હતા. કોઝવે. ખાડીઓ. લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. તંત્ર દ્વારા સ્થળાંતરની કામગીરી કરાઇ હતી. ૨૪ કલાક દરમિયાન રાત્રી દરમિયાન નોંધપાત્ર વરસાદ ખાબક્યો હતો રવિવારે ડાંગના સુબિરમબે ઇંચ વરસાદ વરસ્યો હતો.૩૨ તાલુકામાં ભારે વરસાદ પડ્યો છે. જેમાં કપરાડા ૮ ઇંચ. વગઈ પાંચ ઇંચથી વધુ. સુબીર ચાર ઇંચ , વાસદા- ગણદેવી, આહવા અને ઉમરપાડામાં સાડા ત્રણ ઈં. વરસાદ વરસ્યો છે.