શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ ‘સ્ત્રી ૨’ રિલીઝ થયાને ૩૯ દિવસ થઈ ગયા છે. આમ છતાં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ શાનદાર પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મે એક પછી એક ઘણી મોટી ભારતીય ફિલ્મોના કમાણીના રેકોર્ડ તોડી નાખ્યા છે. શ્રદ્ધા કપૂરની આ ફિલ્મ દર્શકોને પસંદ આવી રહી છે. હવે આ ફિલ્મે આજે વધુ એક કમાણીનો રેકોર્ડ બનાવ્યો છે. ‘સ્ત્રી ૨’ ભારતીય સિનેમાના ઇતિહાસમાં આવું કરનાર પ્રથમ ફિલ્મ બની છે. ચાલો જાણીએ આજે ‘સ્ત્રી ૨’એ કયો રેકોર્ડ બનાવ્યો છે. ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર ૬૦૦ કરોડની કમાણી કરીને શ્રદ્ધા કપૂરની આ ફિલ્મ આ ક્લબમાં સામેલ થનારી પ્રથમ હિન્દી ફિલ્મ બની ગઈ છે. અથવા આપણે કહી શકીએ કે ‘સ્ત્રી ૨’ એ ૬૦૦ કરોડ રૂપિયાની નવી ક્લબ શરૂ કરી છે. કમાણી સાથે જાેડાયેલા સત્તાવાર ડેટા અનુસાર, ફિલ્મે ૩૮માં દિવસ સુધી ૫૯૮.૯૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યાે હતો. હવે જાે આપણે સૈકનિલ્કના ૩૯મા દિવસના ડેટા પર નજર કરીએ તો આજે સાંજે ૬.૫૦ વાગ્યા સુધી ફિલ્મે ૩.૭૩ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ રીતે ફિલ્મની કુલ કમાણી ૬૦૨.૬૩ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. ૧૫ ઓગસ્ટે રિલીઝ થયેલી ‘સ્ત્રી ૨’ એ ૬૦૦ કરોડની ક્લબનો નવો રેકોર્ડ બનાવતા પહેલા શાહરૂખ ખાન, સલમાન ખાન, પ્રભાસ, રજનીકાંત અને આમિર ખાન જેવા મોટા સ્ટાર્સના એક પછી એક રેકોર્ડ તોડ્યા છે. ગયા વર્ષે રિલીઝ થયેલી શાહરૂખની પઠાણ અને જવાન (લગભગ રૂ. ૫૮૨ કરોડ), રણબીરની એનિમલ અને સની દેઓલની ગદર ૨ (૫૨૫ કરોડ)નો રેકોર્ડ તોડી ચૂક્યો છે. બિઝનેસ ટુડેના રિપોર્ટ અનુસાર આ ફિલ્મ માત્ર ૫૦ કરોડ રૂપિયાના બજેટમાં બની છે. આવી સ્થિતિમાં આટલા ઓછા બજેટમાં ૬૦૦ કરોડનો આંકડો પાર કરીને આ ફિલ્મે નાની ફિલ્મો માટે એક નવો રસ્તો ખોલ્યો છે. મતલબ કે નાના બજેટમાં સારું કન્ટેન્ટ આપવામાં આવે તો ઓડિયન્સનો પણ સપોર્ટ મળે છે. ફિલ્મમાં શ્રદ્ધા કપૂર અને રાજકુમાર ઉપરાંત પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના અને અભિષેક બેનર્જીની ત્રિપુટીએ કમાલ કરી છે. હવે એ જાેવાનું રસપ્રદ રહેશે કે ભારતીય સિનેમાના સૌથી મોટા સુપરસ્ટારમાંથી કોણ આ ફિલ્મનો રેકોર્ડ તોડી શકે છે.