મેડિકલ કોલેજાેમાં વિદ્યાર્થીઓના શોષણના આઘાતજનક આંકડા : પાંચ વર્ષમાં ૧૨૨ વિદ્યાર્થીઓની આત્મહત્યા

તંત્રીલેખ | 

આપણા દેશમાં મેડિકલ વિદ્યાર્થીઓની આત્મહત્યા સામાન્ય બાબત છે. તમામ સમસ્યાઓ વચ્ચે કોઈની પાસે આ તરફ ધ્યાન આપવાનો સમય નથી. આ જ કારણ છે કે દેહરાદૂનમાં પીડિયાટ્રિક્સના પીજી મેડિકલ સ્ટુડન્ટ ડૉ. દિવેશ ગર્ગની આત્મહત્યા પણ માત્ર એક આંકડો બની ગયો.

હરિયાણાના પલવલના એક મધ્યમવર્ગીય પરિવારે તેમના જીવનની બચત દાવ પર લગાવી દીધી હતી અને તેમના પુત્રને મેડીકલ સ્ટડી કરાવવા માટે રૂ. ૩૮ લાખ ચૂકવ્યાં હતાં. સમગ્ર અભ્યાસક્રમમાં અંદાજે રૂ. ૧.૨૦ કરોડનો ખર્ચ થવાનો હતો. પરંતુ ૧૭મી મેની રાત્રે તેણે કોલેજની હોસ્ટેલમાં આત્મહત્યા કરી લીધી હતી.

નેશનલ મેડિકલ કમિશન  એ  ચોંકાવનારી માહિતી આપી હતી. દેશમાં ૨૦૧૮થી ૨૦૨૨ વચ્ચે કુલ ૧૨૨ મેડિકલ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. જેમાં ૬૪ સ્મ્મ્જી વિદ્યાર્થીઓ અને ૫૮ ઁય્ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૨૩ અને ૨૦૨૪માં પણ આ ટ્રેન્ડ ચાલુ રહે તેવી પુરી સંભાવના છે. મધ્યમવર્ગીય પરિવારના બાળકો માટે સ્મ્મ્જી કરવાનું એક મોટું સપનું છે. આ પછી, પીજીમાં ખૂબ ઓછી બેઠકોને કારણે, પ્રવેશ ખૂબ મુશ્કેલ માનવામાં આવે છે. પરંતુ ૨૦૧૮ થી ૨૦૨૨ની વચ્ચે ૧૨૭૦ મેડિકલ વિદ્યાર્થીઓએ તેમનો અભ્યાસ છોડી દીધો હતો. જેમાં પીજી વિદ્યાર્થીઓની સંખ્યા ૧૧૧૭ છે. આ ખૂબ જ ચિંતાજનક આંકડો છે.

હરિયાણાના આત્મહત્યા કરનાર વિદ્યાર્થી દિવેશ ગર્ગના પિતા રમેશચંદ્ર ગર્ગે પોલીસને આપેલી અરજીમાં મેડિકલ કોલેજ મેનેજમેન્ટ પર ગંભીર આક્ષેપો કર્યા છે. કેટલાક પ્રોફેસરોએ માનસિક ત્રાસથી આપઘાત કર્યાનું લખ્યું છે. ૧૦૪ ડિગ્રી તાવ હોવા છતાં, ડૉ. દિવેશને સતત ૩૬ કલાક કામ કરવા માટે ફરજ પાડવામાં આવી હતી અને તેમને ઊંઘવા દેવામાં આવતા નહતાં. તેમની થીસીસ વારંવાર નકારી કાઢવામાં આવી હતી. દર્દીઓ અને વિદ્યાર્થીઓની સામે તેનું અપમાન કરવામાં આવ્યું હતું.

દ્ગસ્ઝ્રએ ઁય્ મેડિકલ એજ્યુકેશન રેગ્યુલેશન ૨૦૨૩ બનાવ્યું. વિદ્યાર્થીઓને આશા હતી કે ભારતીય શ્રમ કાયદા અનુસાર રોજના ૮ કલાક અને સાપ્તાહિક ૪૮ કલાક કામ કરવાનો સ્પષ્ટ નિયમ હશે. પરંતુ નિયમો એકદમ અસ્પષ્ટ, મનસ્વી, શોષણકારી અને આઘાતજનક હતા. તેમાં લખ્યું હતું- “તમામ પીજી વિદ્યાર્થીઓ ફુલ ટાઈમ રેસિડેન્ટ ડોક્ટર તરીકે કામ કરશે. તેઓ વાજબી કામના કલાકો માટે કામ કરશે. તેમને એક દિવસમાં આરામ કરવા માટે પૂરતો સમય આપવામાં આવશે.”

મહત્તમ કામના કલાકોના સ્પષ્ટ નિર્ધારણના અભાવને કારણે, કેટલીક કોલેજાેમાં વિદ્યાર્થીઓ તરફથી તેમને સાપ્તાહિક સરેરાશ ૭૦થી ૯૦ કલાક કામ કરાવવાની ફરિયાદો મળે છે.

મેડિકલ એજ્યુકેશનમાં દબાણ અને શોષણની પરંપરાને ખતમ કરવા માટે સરકારે મોટા પગલા ભરવા પડશે. જે લોકો પહેલા આવા ઝેરી વાતાવરણનો સામનો કરી ચૂક્યા છે, તેઓ પોતે પ્રોફેસર કે ડિપાર્ટમેન્ટ હેડ બન્યા પછી વિદ્યાર્થીઓ સાથે આવું જ વર્તન કરે છે. આવા ઝેરી વાતાવરણમાં એક વિદ્યાર્થી પોતાના સપનાનો પીજી અભ્યાસ છોડીને ભાગી જવા માટે તલપાપડ બની જાય છે. પરંતુ આમ કરવાને બદલે તેને આત્મહત્યા કરવાનું વધુ સરળ લાગે છે. કારણ એ છે કે તેને પોતાની સીટ છોડવા બદલ ભારે દંડ ભરવો પડે છે. આવી બોન્ડ પોલિસીના કારણે વિદ્યાર્થી માટે કોર્સ છોડવો મુશ્કેલ છે. જાે કે, દેશના તબીબી શિક્ષણમાં કેટલાક માફિયાઓ અને અત્યંત પ્રભાવશાળી લોકોના અંકુશ અને અબજાેનો કારોબાર હોવાના કારણે હાલમાં વિદ્યાર્થીઓને કોઈ નક્કર પગલાની આશા દેખાતી નથી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution