ચોંકાવનારું રિસર્ચઃ કોરોના પોઝિટિવ મૃતકના કાનમાં કોરોના વાયરસ મળ્યો

વોશિગ્ટંન-

કોરોનાવાયરસ નાક અને ગળા દ્વારા જ સંક્રમિત થાય છે તેવું અત્યાર સુધીના તારણોમાં બહાર આવ્યું હતું. પરંતુ અમેરિકામાં એક નવું ચોંકાવનારું રિસર્ચ બહાર આવ્યું છે તેમાં આ જીવલેણ વાયરસ કાન અને તેની પાછળ જાેડાયેલા હાડકાં મેસ્ટાૅઈડને પણ સંક્રમિત કરી શકે છે. આ પ્રકારના 2 કેસ અમેરિકામાં જાેવા મળ્યા છે. સંશોધકોના જણાવ્યા અનુસાર 3 સંક્રમિતોમાંથી ૨ લોકોને કાન અને 1 વ્યક્તિમાં મેસ્ટાૅઈડમાં કોરોનાવાયરસ જાેવા મળ્યો હતો.

અમેરિકાની જ્હોન હોપ્કિન્સ સ્કૂલ ઓફ મેડિસીનના રિસર્ચર્સનું કહેવું છે કે, જે લોકોમાં કોરોનાના લક્ષણો જાેવા મળી રહ્યા છે તેમના કાનની પણ તપાસ થવી જાેઈએ. હવે રિસર્ચમાં સાબિત થયું છે કે, કોરોનાવાયરસ શરીરના અંદરના કોઈ પણ ભાગમાં પ્રવેશી શકે છે. તે નાક, ગળાં અને ફેફસાંને સંક્રમિત કરી શકે છે. કાનમાં કોરોનાવાયરસની હાજરી ચોંકાવનારી છે.

જેએએમએ ઓટોલાર્ય્નગોલોજી નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં રિસર્ચ પ્રમાણે, માથા અને ગળાંની સર્જરી કરનારી ટીમે કોરોનાના ૩ દર્દીઓનું અવલોકન કર્યું છે. આ તમામ 3 દર્દીઓનું મૃત્યુ થયું છે. તેમાં  મહિલા અને ૧ પુરૂષની ઉંમર 60 વર્ષની હતી અન્ય એક મહિલા 80 વર્ષના હતા. તેમનાં શરીરનાં અંગોમાંથી સ્વાૅબ સેમ્પલ લેવામાં આવ્યા હતા.

80 વર્ષની ઉંમરની મહિલાના જમણાં કાનમાં કોરોનાવાયરસ જાેવા મળ્યો હતો. 60 વર્ષના પુરૂષના ડાબાં અને જમણાં બંને મેસ્ટાૅઈડમાં કોરોનાવાયરસ જાેવા મળ્યો હતો. સંશોધકોના મતે આ પ્રથમ વખત નથી કે કોરોના કાનના કોઈ ભાગમાં જાેવા મળ્યો હોય. એપ્રિલ 2020માં પણ કાનમાં સંક્રમણ જાેવા મળ્યું હતું, ત્યારે દર્દીના ઈયર ડ્રમમાં સોજાે આવી ગયો હતો. 

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution