શિનોર ઃ શિનોર તાલુકા આરોગ્ય હેલ્થ કચેરી માટે ઇકો ગાડીનું માસિક ભાડું અઢાર હજાર રૂપિયા ચુકવાય તેમ છતાં ડ્રાઇવરના મનસ્વી વલણના કારણે આરોગ્યલક્ષી સેવા ઉપયોગમાં ના આવતા વિવાદમા શિનોર તાલુકા હેલ્થ કચેરી માં દર્દી ના હિત માટે આરોગ્યની સેવાઓ ઝડપી બને તે માટે તાલુકા હેલ્થ કચેરી માં ઉપયોગ થાય તે માટે સરકાર દ્વારા મારુતિ સુઝુકીની ઇકો ગાડી ની ફાળવણી કરવામાં આવી હતી સાથે આઉટસોર્સિંગ નો ડ્રાઇવર પણ આપવામાં આવ્યો હતો હાલ શિનોર તાલુકામાં હેલ્થ ઓફિસર ડોક્ટર ધીરેન ગોહિલ કોરોના થી શરૂ થતા તાલુકા હેલ્થ ઓફિસર નો ચાર્જ સિનોર આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર જીગ્નેશ વસાવા આપ્યો હોવાથી આરોગ્યલક્ષી કામકાજ અર્થે જવા માટે ઈકો ગાડીના ડ્રાઈવર ને ગાડી લઈ આવવાનું જણાવતા ડ્રાઇવરે ચોખ્ખી ના પાડી દેતા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર જીગ્નેશ વસાવાને ભર બપોરે એકટીવા ગાડી લઇ જવાની ફરજ પડી હતી શું તંત્ર દ્વારા ફાળવવામાં આવેલી ગાડી ફક્ત તાલુકા હેલ્થ ઓફિસર ડો ધીરેન માટે છે આવા અન્ય સવાલો લોક મુખેથી ચર્ચાવા લાગ્યા છે.