મુંબઇ
15 ફેબ્રુઆરી 2020ના દિવસે શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા બીજીવાર પેરેન્ટ્સ બન્યા હતા. શિલ્પા અને રાજ કુંદ્રાની દીકરી સમિષા શેટ્ટી કુંદ્રા આજે એક વર્ષની થઈ છે. દીકરીના પહેલા બર્થ ડે પર શિલ્પાએ દીકરીનો સુંદર વિડીયો શેર કર્યો છે. વિડીયોમાં શિલ્પા શેટ્ટીની દીકરી 'મમ્મા' બોલતી સાંભળવા મળે છે.
વિડીયોની શરૂઆતમાં સમિષા ભાંખોડિયા ભરતી જોવા મળે છે. ત્યારે શિલ્પા તેને મમ્મા બોલવાનું કહે છે. સમિષા પોતાની કાલીઘેલી ભાષામાં 'મમ્મ' એવું કહે છે. આ સાંભળીને શિલ્પા ખુશ થઈ જાય છે. વિડીયોમાં સમિષાની અનેક ન જોયલી તસવીરો પણ જોવા મળે છે. વિડીયો શેર કરતાં શિલ્પાએ લખ્યું, "મમ્મા- તારા પહેલા બર્થ ડે પર તને આ શબ્દ બોલતી સાંભળવી મારા માટે સૌથી શ્રેષ્ઠ ગિફ્ટ છે.