વેલિંગ્ટન-
ભારતીય મૂળની મનદીપ કૌરે પોતાના કામથી ન્યૂઝીલેન્ડમાં ભારતનું નામ રોશન કર્યું છે. તેઓ ન્યૂઝીલેન્ડ પોલીસમાં સીનિયર સાર્જન્ટ રેન્ક સુધી પહોંચનારા ભારતીય મૂળના પહેલા મહિલા છે. માર્ચ ૨૦૨૧માં તેમણે વેલિંગટનમાં એક સમારંભમાં પોલીસ કમિશનર એન્ડ્રિયા કોસ્ટરે બેજ પહેરાવી સીનિયર સાર્જન્ટ રેન્કમાં બઢતી આપી હતી. હવે આ બઢતી સાથે તેમની ટ્રાન્સફર રાજધાની વેલિંગટનના પોલીસ હેડક્વાર્ટરમાં થઈ ગઈ છે.
મનદીપનું પોલીસ કરિયર આજથી ૧૭ વર્ષ પહેલા વર્ષ ૨૦૦૪માં શરૂ થયું હતું. તે પછી તેમણે ક્યારેય પાછળ વળીને જાેયું નથી. એ જ કારણ છે કે, આજે તેઓ ઘણા ભારતીયો માટે પ્રેરણા બની ગયાં છે. લોકો આજે તેમને રોલ મોડલની જેમ જુએ છે. સાર્જન્ટ રેન્કમાં બઢતી મળ્યા પહેલા મનદીપ કોર વેટેમાટાના હેન્ડરસન પોલીસ સ્ટેશનમાં એક જાતીય પીપુલ્સ કોમ્યુનિટી રિલેશન્સ ઓફિસરની પોસ્ટ પર કાર્યરત હતાં. મનદીપ એક પ્રવાસી તરીકે પંજાબથી ન્યૂઝીલેન્ડ પહોંચ્યા હતા. બાળપણથી જ તેમનું સપનું પોલીસ અધિકારી બનવાનું હતું. જાેકે, તેના માટે તેમને ઘણા બધા સામાજિક બંધનો તોડવા પડ્યા. તેઓ એક રૂઢિવાદી પરિવારમાંથી આવતા હતાં, એટલે આ સફરમાં ઘણી મુશ્કેલીઓ પણ આવી. ન્યૂઝીલેન્ડ જતા પહેલા મનદીપે થોડો સમય ઓસ્ટ્રેલિયામાં પણ વીતાવ્યો હતો.