બીજિંગ :પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મુલાકાત થઈ હતી. આ દરમિયાન, બંને નેતાઓ ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (સીપીઇસી)માં સુધારણા અને બીજા તબક્કામાં આ અબજ ડોલરના પ્રોજેક્ટના વિકાસને આગળ ધપાવવા સંમત થયા હતા.
શાહબાઝ શરીફ ચીનની સત્તાવાર મુલાકાતે છે. તેઓ ૪ જૂનથી અહીં પાંચ દિવસની મુલાકાતે છે. બેઇજિંગના ઐતિહાસિક ગ્રેટ હોલ ઓફ ધ પીપલ ખાતે શુક્રવારે બંને નેતાઓએ ઉંડાણપૂર્વક ચર્ચા કરી હતી. બંને નેતાઓ ઉપરાંત મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ પણ અહીં હાજર હતા. તમને જણાવી દઈએ કે, વર્ષ ૨૦૨૪માં સત્તા સંભાળ્યા બાદ રાષ્ટ્રપતિ શી સાથે શરીફની આ પહેલી મુલાકાત હતી. સરકારી મીડિયા અનુસાર, બંને નેતાઓ સીપીઇસીમાં સુધારો કરવા અને મેગા પ્રોજેક્ટને બીજા તબક્કામાં આગળ વધારવા માટે સંમત થયા હતા.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના ગ્વાદર બંદરને ચીનના શિનજિયાંગ પ્રાંત સાથે જાેડતો સીપીઇસી ચીનની મહત્વાકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ પહેલનો મોટો પ્રોજેક્ટ છે. બીઆરઆઈને ચીન દ્વારા વિશ્વભરમાં ચાઈનીઝ રોકાણ દ્વારા ધિરાણ કરાયેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ દ્વારા વિદેશમાં પોતાનો પ્રભાવ વધારવાના પ્રયાસ તરીકે જાેવામાં આવે છે.બીઆરઆઇ સૌપ્રથમવાર ૨૦૧૩માં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના ‘સિલ્ક રોડ’ તરીકેના ભાષણમાં આવ્યું હતું, જે એપ્રિલ ૨૦૧૫માં ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરની ઘોષણા સાથે દૂર થઈ ગયું હતું. બીઆરઆઇ ગ્વાદરથી ચીનના શિનજિયાંગના કાશગર શહેર સુધી વિસ્તરેલું છે.યોજના હેઠળ પાકિસ્તાનમાં વિવિધ પાવર પ્રોજેક્ટ્સ અને રોડ નેટવર્ક્સમાં અબજાેનું રોકાણ કર્યું છે, પરંતુ તાજેતરના મહિનાઓમાં વિવિધ પ્રોજેક્ટ્સ પર કામ ધીમી પડી ગયું છે.વડા પ્રધાન શરીફે રાષ્ટ્રપતિ શી જિનપિંગને આર્થિક સુધારા અને ટકાઉ વૃદ્ધિ, ઔદ્યોગિક વિકાસ, કૃષિ આધુનિકીકરણ અને પ્રાદેશિક જાેડાણ અને પાકિસ્તાનના વિકાસમાં સીપીઇસી દ્વારા ભજવવામાં આવેલી મહત્વપૂર્ણ ભૂમિકા વિશે જાણકારી આપી હતી. વડા પ્રધાને ૨૦૧૫ માં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની પાકિસ્તાનની ઐતિહાસિક મુલાકાતને યાદ કરી, જ્યારે સીપીઇસી ઔપચારિક રીતે શરૂ થયું અને દ્વિપક્ષીય સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થયો. રાષ્ટ્રપતિ શીના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ અને ગ્લોબલ ડેવલપમેન્ટ ઇનિશિયેટિવની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે બીઆરઆઇના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ તરીકે સીપીઇસીએ પાકિસ્તાનના સામાજિક-આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. બંને નેતાઓએ કાશ્મીર, અફઘાનિસ્તાન, પેલેસ્ટાઈન અને દક્ષિણ એશિયા સહિત પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર પણ વિચાર વિનિમય કર્યો. રાષ્ટ્રપતિ શી જિનપિંગે વડાપ્રધાનના સન્માનમાં ભોજન સમારંભનું આયોજન કર્યું હતું, જ્યાં પરસ્પર હિતની વિવિધ બાબતો પર ચર્ચાનો બીજાે રાઉન્ડ યોજાયો હતો.શરીફે બેઠકમાં પાકિસ્તાનમાં ચીનના નાગરિકો, પ્રોજેક્ટ્સ અને સંસ્થાઓની સુરક્ષા માટે પાકિસ્તાનની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. બંને પક્ષોએ એકબીજાના મુખ્ય હિતના મુદ્દાઓ માટે તેમના કાયમી સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો.