ન્યુયોર્ક-
ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જનુ કહેવુ છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ અનુસાર ચીનની માલિકીની ટેલિકોમ કંપનીઓના શેરને સ્ટોક એક્સચેન્જમાંથી હટાવવાની યોજનાને પાછી લઈ રહ્યુ છે. આ માટે એક્સચેન્જનુ કહેવુ છે કે, આ મુદ્દા પર અમેરિકન સત્તાધીશો સાથે વાતચીત ચાલી રહી છે.જાેકે આ સિવાય બીજી કોઈ જાણકારી આપવાનો એક્સચેન્જે ઈનકાર કર્યો છે.
આ પહેલા ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જે ચીનની ચીન ટેલીકોમ કોર્પોરેશન લિમિટેડ, ચાઈના મોબાઈલ લિમિટેડ અને ચાઈના યુનિકોમ હોંગકોંગ લિમિટેડને હટાવવાની જાહેરાત કરી હતી.જેના પગલે ચીન છંછેડાયુ હતુ અને વળતી કાર્યવાહી કરવાની ધમકી આપી હતી.
આ વિવાદ સર્જાવા પાછળનુ કારણ રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આદેશ છે.જેના ભાગરુપે ચીનની સેના પાસે જે કંપનીઓુ નિયંત્રણ છે તેના રોકાણ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.
જાેકે આ કંપનીઓને ડિલિસ્ટ નહીં કરવાના ર્નિણય બાદ હોંગકોંગ એક્સેચેન્જમાં તેના શેરોના ભાવમાં ઉછાળો આવ્યો છે.ચીને ધમકી આપી હતી કે, આ ર્નિણયથી અમેરિકા સહિતના દુનિયાભરના રોકાણકારોનો અણેરિકા પ્રત્યેનો વિશ્વાસ ઓછો થશે.