ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં અવોર્ડ વિનર રહેલ શોર્ટ ફિલ્મ ડેમ બેન્ગર પર હવે ફીચર ફિલ્મ બની રહી છે. આ મર્ડર મિસ્ટ્રી છે. આ અંગ્રેજી ફિલ્મ હિન્દીમાં ડબ થઈને ભારતમાં રિલીઝ કરવામાં આવશે. ઇન્ડિયામાં જે આને ડિસ્ટ્રિબ્યુટ કરી રહ્યા છે તેમણે આ ફિલ્મના ડિરેક્ટર જોન સાથે મારી મુલાકાત કરાવી. એક ગીત ડિરેક્ટરને મોકલવામાં આવ્યું જે તેમને ઘણું ગમ્યું. તેમણે કહ્યું કે આ સોન્ગ અંગ્રેજીમાં બની શકે ? ત્યારે અમે આ સોન્ગ અંગ્રેજીમાં બનાવ્યું.રિલીઝ ડેટની રાહ છે. આ મ્યુઝિકમાં રોકી ખન્ના, શિવ મલ્હોત્રા અને મેં કામ કર્યું છે. આના ઇંગ્લિશ લિરિક્સ શિવ મલ્હોત્રા લખશે, જ્યારે હિન્દી લિરિક્સ રોકી ખન્ના લખશે અને કમ્પોઝ હું કરીશ. ૧૩-૧૪ વર્ષના ઇબ્રાહિમ ખન્નાએ આનું મ્યુઝિક પ્રોગ્રામિંગ અને પ્રોડ્યુસ કર્યું છે.હિયાંનું અને ત્યાંનું મ્યુઝિક ઘણું અલગ છે. કામ કરવાની રીત અલગ છે. આનું જે મ્યુઝિક છે તે ભારતમાં જાનસાર પહાડોમાં બની રહ્યું છે. એટલે મ્યુઝિકમાં ઉત્તરાખંડના પહાડોની મહેક જરૂર આવશે.