શાહરૂખ ‘દર્મિયાં’માં નપુંસકની ભૂમિકા ભજવવા જઈ રહ્યો હતો

રોમેન્ટિક રોલમાં શાહરૂખ ખાનને લોકોએ એટલો પસંદ કર્યો કે તેને ‘કિંગ ઓફ રોમાન્સ’ પણ કહેવામાં આવે છે. બોક્સ ઓફિસ પર મોટો સુપરસ્ટાર બનવા છતાં ‘અશોકા’, ‘પહેલી’ અને ‘સ્વદેશ’ જેવા પ્રયોગો તેમજ નવા, અલગ કે અનોખા પાત્રો કરવામાં અચકાયો નથી. શાહરૂખ એકે સમયે પડદા પર વ્યંઢળની ભૂમિકા ભજવવા તૈયાર હતો, જ્યારે બહુ ઓછા લોકોએ આ પ્રકારનું પાત્ર ભજવ્યું હતું કલ્પના લાજમી જેેમણે ૧૯૮૬માં ‘એક પલ’ સાથે ફીચર ફિલ્મ ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મ વિવેચકોએ કલ્પનાના કામની પ્રશંસા કરી હતી અને તેમની આગામી ફિલ્મની રાહ જાેઈ રહ્યા હતા. તેમ કલ્પનાએ સમય લીધો અને ફરી એકવાર દિલને ઊંડે સુધી સ્પર્શી જાય તેવી વાર્તા લખી, ફિલ્મનું શીર્ષક હતું ‘દર્મિયાં’. આ ફિલ્મ એક બોલિવુડ અભિનેત્રી વિશે હતી જેનું બાળક નપુંસક જન્મે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ રહસ્ય જાહેર થયા પછી શું થશે તે વિશે વિચારીને આ અભિનેત્રી ડરી જાય છે અને દુનિયાને કહે છે કે તે ખરેખર તેનો નાનો ભાઈ છે. ‘દર્મિયાં’માં આ નપુંસક પાત્રનું નામ ઈમ્મી હતું અને આ પાત્ર શાહરૂખ ખાન ભજવવાનો હતો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution