ગુજરાત હાઇકોર્ટમાં શાહરૂખ ખાને પોતાની સામે થયેલી ફરિયાદ રદ કરવા અરજી કરી

ડોદરા, તા.૧૭

શાહરૂખ ખાન એની ફિલ્મ ‘રઈસ’ના પ્રમોશન માટે મુંબઈથી અમદાવાદ ટ્રેન મારફતે જતાં વડોદરા રેલવે સ્ટેશન ઉપર ટૂંકું રોકાણ કર્યું હતું. ૨૩ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ રેલવે સ્ટેશન ખાતે ભારે ધક્કામુકી સર્જાઈ હતી અને પોલીસને લાઠીચાર્જ કરવો પડયો હતો. અફરાતફરીમાં શહેરના એક યુવકનું મોત થતાં એના પરિવારજનોએ હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જેમાં અદાલતે આજે મહત્ત્વપૂર્ણ સૂચના આપી હતી.

અભિનેતા શાહરૂખ ખાનને માફી મંગાવવી કે નહીં તે હવે વડોદરાના મૃતક વ્યક્તિના પરિવારજનો ર્નિણય કરશે. હાઇકોર્ટમાં શાહરૂખ ખાને પોતાની સામે થયેલી ફરિયાદ રદ કરવા માટે અરજી કરી હતી જેની સુનાવણી દરમિયાન કોર્ટે અરજદારને આ અંગે પૂછ્યું છે. સમગ્ર અરજીની વિગતો પ્રમાણે રઇસ ફિલ્મના પ્રમોશન માટે વડોદરા રેલવે સ્ટેશન ખાતે ૨૩ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ રાત્રે ૧૦ કલાકે શાહરૂખ ખાન મુંબઈથી દિલ્હી જતી ઓગસ્ટ ક્રાંતિ ટ્રેનમાં ફિલ્મ રઈસના પ્રમોશન માટે આવ્યો હતો. કોચ નંબર એ-૪માં જ્યાં તેનું બુકિંગ ન હતું, ત્યાંથી પ્રમોશનલ એક્ટિવિટી કરી હોવાનો આરોપ લાગ્યો હતો. વડોદરામાં થોડો સમય રોકાણ કર્યું હતું. શાહરૂખ ખાનના આવવાથી રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ૬ પર લોકોની ભારે માત્રામાં ભીડ એકઠી થઈ હતી. આ સમયે અભિનેતાએ ટીશર્ટ અને બોલ ટોળામાં ફેંક્યા, બાદમાં અફરાતફરી મચી જતાં પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. આ દરમિયાન ત્યાં હાજર એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે કેટલાક લોકોને ઈજા પણ થઈ હતી.પોતાની સામે થયેલી ફરિયાદને રદ કરવા માટે શાહરૂખ ખાને ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. સુનાવણી દરમિયાન કોર્ટે અરજદારના વકીલને પૂછ્યું છે કે, જાે તેઓ સહમત હોય તો અરજદારને આ મામલે માફી માગવા પણ કહેશે. કોર્ટે કહ્યું હતું કે લોઅર કોર્ટના આ સુનાવણી થશે ત્યારે પણ ભીડ થવાની સંભાવના છે. આ મામલે આગામી ૨૪ ફેબ્રુઆરીએ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. જેમાં મૃતકના પરિવાર તરફથી કેસ લડી રહેલા એડવોકેટ આગામી સુનાવણીમાં માફી માગવી કે કેમ તે બાબતે પરિવારજનો સાથે ચર્ચા બાદ પોતાનો જવાબ રજૂ કરશે.

આ મામલે હાઇકોર્ટ સમક્ષ શાહરૂખ ખાન તરફથી હાજર થયેલા અને સિનિયર એડવોકેટે રજૂઆત કરી છે કે, આ મામલે કોઈ કોઈ ગુનો બનતો નથી, મૃતક હૃદયરોગથી પીડિત હતો, જેથી તેનું મોત

થયું હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution