પશ્ચિમ બંગાળના ગવર્નર આનંદ બોઝ સામે જાતીય સતામણીની ફરિયાદ દાખલ

કોલકતા

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝ પર રાજભવનની એક મહિલા કર્મચારીએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. તેણે હરે સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં આ અંગે લેખિત ફરિયાદ આપી છે.

મહિલાનો આરોપ છે કે તે ૨૪ માર્ચે રાજ્યપાલ પાસે કાયમી નોકરીની વિનંતી સાથે ગઈ હતી. પછી રાજ્યપાલે ગેરવર્તણૂક કરી. જ્યારે ગુરુવારે ફરીથી આવું જ થયું, ત્યારે તે ફરિયાદ લઈને રાજભવનની બહાર તૈનાત પોલીસ અધિકારી પાસે ગઈ. જાે કે રાજ્યપાલે મહિલાના આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે આ મને બદનામ કરવાનું ષડયંત્ર છે. મારા પર પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવ્યા છે. સત્યનો વિજય થશે. તેમણે વધુમાં કહ્યું કે હું ઘડી કાઢેલી વાતોથી ડરતો નથી. જાે કોઈ મને બદનામ કરીને ચૂંટણીમાં ફાયદો મેળવવા માંગતું હોય તો ભગવાન ભલું કરે. હું ભ્રષ્ટાચાર અને હિંસા સામેની લડાઈને રોકી શકતો નથી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution