વેક્સિનની માંગણી સાથે આ દેશની સેક્સ વર્કર્સે એક સપ્તાહ માટે કામ અટકાવ્યું

દિલ્હી-

કોરોનાની નવી લહેરને પગલે સમગ્ર વિશ્વમાં વેક્સિનેશનની કાર્યવાહી ઝડપી બનાવી દેવામાં આવી છે. ત્યારે આ બધા વચ્ચે આફ્રિકાની સેક્સ વર્કર્સે ધરણા પ્રદર્શન શરૂ કરી દીધું છે. તેઓ સેક્સ વર્કર્સને પણ કોરોના વાયરસ વેક્સિનેશન પ્રક્રિયામાં પ્રાથમિકતા અપાવવાની માંગણી કરી રહ્યા છે.

હકીકતે અનેક દેશોઓ કોરોનાની રસી આપવા મામલે પ્રાથમિકતા નક્કી કરી રાખી છે અને તેના આધાર પર વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે. બ્રાઝિલની દક્ષિણ પૂર્વમાં આવેલા બેલો હોરિજાેંટે શહેરની સેક્સ વર્કર્સ પણ એક સપ્તાહથી ધરણા પ્રદર્શન પર બેઠેલી છે. તેઓ તેમને વેક્સિનની પ્રાથમિકતાની યાદીમાં સામેલ કરવામાં આવે અને વેક્સિન આપવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે.

જાણવા મળ્યા મુજબ તેઓ જે બેલો હોરિજાેંટે શહેરમાં પ્રદર્શન કરી રહ્યા છે ત્યાં કોરોના મહામારીના અનુસંધાને હોટેલ બંધ કરી દેવામાં આવી છે અને તેમને ભાડેથી રૂમ લેવા પડે છે. મિનાસ ગૈરેસ રાજ્ય સંઘની અધ્યક્ષ સીડા વિએરાએ તેઓ ફ્રન્ટલાઈનમાં ઉભા છે અને ફ્રન્ટલાઈન વર્કર્સ છે તેમ કહ્યું હતું.

વિએરા પોતાની સાથી મહિલાઓ સાથે ધરણા પ્રદર્શન કરતી જાેવા મળી હતી. ધરણા પર બેઠેલી અન્ય એક મહિલાના કહેવા પ્રમાણે તેઓ પ્રાથમિક જૂથનો હિસ્સો છે કારણ કે, તેઓ દરરોજ અલગ અલગ લોકોને મળે છે અને પોતાનો જીવ જાેખમમાં મુકે છે. અન્ય એક સેક્સ વર્કરના કહેવા પ્રમાણે સરકારે પહેલેથી જ સ્વાસ્થ્ય કર્મચારીઓ, શિક્ષકો, વડીલો અને પહેલેથી બીમાર હોય તેવા લોકોને વેક્સિનની પ્રાથમિકતાવાળા જૂથમાં સામેલ કરેલા છે માટે તેઓ પણ તેમાં સામેલ થવા ઈચ્છે છે.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution