જુલાઈ ૨૦૨૪માં સાત રાજ્યોએ ઊંચી રિટેલ મોંઘવારી અનુભવ કર્યો



દેશના ગ્રામીણ વિસ્તારોમાં શહેરી ક્ષેત્રોની તુલનામાં મોંઘવારીનો માર વધુ અનુભવાઈ રહ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં રિટેલ મોંઘવારી દર સતત ૧૩ મહિનાથી શહેરી ક્ષેત્રોના મોંઘવારી દરથી આગળ ચાલી રહ્યો છે. તેને કારણે મુખ્ય રૂપથી ગ્રામીણ ક્ષેત્રોવાળાં રાજ્યો જેમ કે બિહાર, આસામ અને ઓડિશામાં મોંઘવારીનું દબાણ વધુ અનુભવાઈ રહ્યું છે. જૂન ૨૦૨૩માં ગ્રામીણ મોંઘવારી દર ૪.૮% હતો, જે શહેરી દર ૫%થી થોડો ઓછો હતો. પરંતુ જુલાઈ ૨૦૨૩ સુધી ગ્રામીણ મોંઘવારી વધીને ૭.૬% થઈ ગઈ, જે શહેરી દર ૭.૨%થી વધુ હતી. સામાન્ય ઉતાર-ચઢાવ છતાં, જુલાઈ ૨૦૨૪માં ગ્રામીણ મોંઘવારી દર શહેરી ક્ષેત્રોના ૨.૯૮%ની તુલનામાં ૪.૧%ના ઊંચા સ્તરે બની રહ્યો. દાળો (૧૪.૭૭%), મોટું અનાજ (૮.૧૪%), ખાંડ (૫.૨૨%), ખાદ્ય પદાર્થ-પીણાં (૫.૦૬%) અને પાન-તમાકુ (૩.૦૨%)ની કિંમતો સૌથી વધારે વધી. આ ઉપરાંત ગ્રામીણ ક્ષેત્રો (૫.૪૭%)માં ખાદ્ય અને ઠંડા પીણાંની મોંઘવારી શહેરી ક્ષેત્રો (૪.૪૬%) વધુ છે. આનું કારણ ગ્રામીણ ક્ષેત્રોના સીપીઆઇ બાસ્કેટમાં ખાદ્ય અને પીણાં ક્ષેત્રનો હિસ્સો ૫૪.૧૮% છે, જ્યારે શહેરી ક્ષેત્રોમાં તેનું વેટેજ ૩૬.૨૯% છે. સરકારી આંકડાઓ અનુસાર, જુલાઈમાં દેશમાં રિટેલ મોંઘવારી દર ઘટીને ૫ વર્ષના નીચલા સ્તર ૩.૫૪% નોંધાયો છે. નાણામંત્રાલયને આશા છે કે ચોમાસા દરમિયાન સારો વરસાદ પડવાથી આવનારા મહિનાઓમાં ખાદ્ય પદાર્થોના મોંઘવારી દરમાં વધુ ઘટાડો આવી શકે છે. ગ્રામીણ વિસ્તારોમાં રિટેલ મોંઘવારી વધવાનું શું છે કારણ? બેન્ક ઓફ બરોડાના ચીફ ઇકોનોમિસ્ટ, મદન સબનવીસ મુજબ, મોંઘવારીના મુખ્ય ઘટકોમાં ફૂડ પ્રોડક્ટ્‌સ એક મુખ્ય કમ્પોનન્ટ છે. તે મોંઘવારીની કુલ ગણતરીમાં મહત્ત્વપૂર્ણ વેઈટેજ રાખે છે. જ્યારે ખાદ્ય મોંઘવારી વધુ હોય છે, તો તે શહેરી મોંઘવારીની તુલનામાં ગ્રામીણ મોંઘવારી દરને વધારવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે. મોંઘવારીને નિયંત્રિત કરવી અશક્ય છે કારણ કે વપરાશકર્તાઓ દ્વારા ચૂકવાતી અંતિમ કિંમત સપ્લાય ચેનમાં અનેક પ્રકારના ખર્ચને ઉમેરવાથી પ્રભાવિત થાય છે. ગ્રાન્ટ થૉન્ટન, ઈન્ડિયાના પાર્ટનર રામેન્દ્ર વર્મા મુજબ, ગ્રામીણ ક્ષેત્ર બળતણનું લાકડું અને કોલસા જેવા પારંપરિક ઈંધણ પર વધુ ર્નિભર છે, જેની કિંમતોમાં વધારો જાેવા મળ્યો છે. જ્યારે શહેરી વિસ્તારોમાં લોકો રાંધણગેસ (એલપીજી)નો વધુ ઉપયોગ કરે છે. જેની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે. હાઉસિંગ કોસ્ટ શહેરી વપરાશકર્તા મૂલ્ય સૂચકાંક (સીપીઆઇ)માં સામેલ છે, પરંતુ ગ્રામીણ સીપીઆઇમાં નથી. શહેરી હાઉસિંગ કોસ્ટ અપેક્ષા મુજબ ઓછી રહી છે, જે ગ્રામીણ મોંઘવારીની તુલનામાં શહેરી મોંઘવારીને ઓછી રાખવામાં મદદ કરે છે.’’

જુલાઈ ૨૦૨૪માં સાત રાજ્યોએ ઊંચી રિટેલ મોંઘવારી અનુભવ કર્યો. તેમાં બિહાર, આસામ અને ઓડિશા અનુક્રમે ૫.૯%, ૫.૧% અને ૪.૮%ની સાથે યાદીમાં સૌથી આગળ રહ્યા. ગ્રામીણ મોંઘવારીએ આ રાજ્યોમાં રિટેલ મોંઘવારી દરને વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. આ રાજ્યોમાં વસ્તીનો એક મોટો હિસ્સો ગ્રામીણ ક્ષેત્રોમાં રહે છે- બિહારમાં ૮૮.૭%, આસામમાં ૮૫.૯% અને ઓડિશામાં ૮૩.૩%. વર્મા કહે છે. આ રાજ્યોમાં ખાદ્ય પદાર્થો, ખાસ કરીને શાકભાજીના ભાવોમાં ઉલ્લેખનીય વૃદ્ધિ જાેવા મળી છે. આ વસ્તુઓના કન્ઝમ્પશનનો એક મોટો હિસ્સો છે. આ રાજ્યોમાં ઇકોનોમિક સ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટના અલગ-અલગ સ્તર છે. તેનાથી તેમનો મોંઘવારી દર અલગ-અલગ હોઈ શકે છે કારણ કે સ્થાનિક આર્થિક સ્થિતિઓ અને નીતિઓ મૂલ્ય સ્તરોને પ્રભાવિત કરે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution