મકરપુરા પીઆઈ સહિત સાત જવાનો સસ્પેન્ડ

વડોદરા, તા. ૩

મકરપુરા પોલીસે ગત ૧૩મી તારીખે સુશેનસર્કલ પાસેની સોસાયટીમાં આવેલા મકાનમાં દરોડો પાડી જુગાર રમતા ૮ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જાેકે પોલીસે એક વગદાર આરોપી સામે કાર્યવાહી કર્યા વિના તેને રવાના કરી દઈ માત્ર ૭ આરોપીઓની ધરપકડ કરી હતી. આ સમગ્ર વિગતો શહેર પોલીસ કમિ.ના ધ્યાને આવતા તેની વાડી પોલીસને તપાસ સોંપાઈ હતી.

તપાસમાં મકરપુરા પોલીસે એક આરોપીને છોડી દીધો હોવાની વિગતો સપાટી પર આવતા શહેર પોલીસ કમિ.એ મકરપુરા પોલીસ મથકના પીઆઈ તેમજ અન્ય છ જવાનોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ થયો હતો.

મકરપુરા પોલીસ મથકના ડીસ્ટાફે ગત ૧૩મી તારીખે સુશેનસર્કલ પાસેની પ્રિયદર્શની સોસાયટીના એક મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. દરોડામાં પોલીસે આઠ જુગારિયાઓને ઝડપી પાડી તેઓની પાસેથી રોકડા ૮૪,૧૫૦ જપ્ત કર્યા હતા. જાેકે ત્યારબાદ ભેદી સંજાેગોમાં પોલીસે આઠ પૈકીના એક વગદાર આરોપીને રવાના કરી દઈ માત્ર ૭ આરોપીઓ સામે કાર્યવાહી કરી હતી. આ અંગેની શહેર પોલીસ કમિ.ને જાણ થતાં તેમણે વાડી પોલીસને તપાસ સોંપી હતી જેમાં મકરપુરા પોલીસે એક આરોપી સામે કાર્યવાહી નહી કરી તેને છોડી મુકી તપાસમાં ભીનું સંકેલ્યું હોવાની જાણ થઈ હતી. આ જાણકારીના પગલે શહેર પોલીસ કમિ.એ આજે (૧)મકરપુરા પોલીસ મથકના પીઆઈ વી.એન.મહિડા તેમજ (૨)એએસઆઈ રાજેન્દ્રસિંહ ગણપતસિંહ (૩) હેકો. તુલસીદાસ ભોગીલાલ(૪) હેકો વિનોદભાઈ શંકરભાઈ(૫) પોકો ઈશ્વરભાઈ ચંદુભાઈ(૬) લોકરક્ષક જીતેશભાઈ માધાભાઈ (૭) લોકરક્ષક મનસુખભાઈ ભાણાભાઈને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો. પીઆઈ સહિત સાત જવાનો એક સાથે સસ્પેન્ડ થવાની ઘટનાના પગલે શહેર પોલીસ બેડામાં ચકચાર મચી હતી.

જેની સૂચનાથી જુગારીને છોડાયો તે પોલીસ અધિકારી કોણ ?

મકરપુરા પ્૭*૦ાોલીસ મથકના પીઆઈ સહિત સાત જવાનોને સસ્પેન્ડ કરવાની ઘટનાના પગલે આજે પોલીસ બેડામાં એવી ચર્ચા ચાલી હતી કે આઠ પૈકીના એક જુગારીને છોડી મુકવા માટે એક રાજકિય અગ્રણીએ સંબંધિત પોલીસ અધિકારીને ભલામણ કરી હતી અને તેના કારણે પોલીસ અધિકારીએ મકરપુરા પીઆઈ અને સ્ટાફને એક જુગારીને છોડી દેવા સુચના આપી હતી. જાેકે આજે પીઆઈ અને સ્ટાફ સામે પગલા લેવાયા પરંતું સુચના આપનાર અધિકારી સામે કોઈ કાર્યવાહી નહી થતાં પોલીસ બેડામાં નાના કર્મચારીનો જ મરો થતો હોવાની ફરી ચર્ચા ચાલી હતી.

રાજકીય અગ્રણીની ભલામણ સાંભળવી કે નહીં તેની દ્વિધા

પીઆઈ મહિડા કારેલીબાગ પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા તે સમયે તેમણે કાર્યવાહી કરવા માટે એક ભાજપા અગ્રણીઓની ભલામણ સાંભળી નહોંતી જેના કારણે તેમની તુરંત ટ્રાફિક ખાતામાં બદલી કરાઈ હતી જયારે આખેઆખા કારેલીબાગ પોલીસ મથકના સ્ટાફનું વિસર્જન કરાયું હતું. હવે મકરપુરા પોલીસ મથકમાં ફરજ દરમિયાન તેમણે રાજકિય અગ્રણીએ પોલીસ અધિકારીને કરેલી ભલામણનું પાલન કરતા આ વખતે તેમને સસ્પેન્ડ થવાનો વારો આવતા રાજકિય અગ્રણીઓને ભલામણનું પાલન કરવું કે નહી તે પોલીસ તંત્ર માટે દ્વિધાનો વિષય બન્યો છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution