સેટ રેડીઃ શીશ મહેલથી લઈને રાજમહેલ સુધી બધું એક જ ગલીમાં

   બોલિવૂડની કોઈ પણ ફિલ્મ એ ટીમવર્કનું એક સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. ફિલ્મમાં એક સામાન્ય લાઈટમેનથી લઈને લાઈન પ્રોડ્યુસર સુધી એવી ટીમ કામ કરતી હોય છે જે આખા યુનિટને એકબીજા સાથે જે તે કામને લઈને ક્નેક્ટ રાખે છે. આ તમામ ટીમના કેપ્ટન હોય છે ફિલ્મ નિર્માતા, ફિલ્મ ડાયરેક્ટર. વસ્તુથી લઈને વેક્સ ક્રિમ સુધી જે તે વસ્તુઓ પાછળ જે પૈસા ખર્ચે છે એ વ્યક્તિને કહેવાય છે પ્રોડ્યુસર. આ હોય ટીમનો વાઈસ કેપ્ટન. પૈસાની લેતી-દેતીથી લઈ સ્પોન્સર્સના બજેટ સુધીનું આખું માળખું તૈયાર થયા બાદ ફિલ્મ મોટાભાગના કેસમાં ઓન ફ્લોર થતી હોય છે. ડાયરેક્ટર અને કેમેરામેનને જ ખ્યાલ હોય છે કે, પહેલો સીન ક્યો રેકોર્ડ કરવાનો છે. આ નક્કી થયા બાદ જે તે કલાકાર સુધી આખો સીન પહોંચે છે. દર વખતે એક જ લોકેશન કલાકો સુધી પબ્લિકથી દૂર રાખવું અને એક જ શોટ માટે ઓક્યુપાય રાખવું શક્ય નથી હોતું. આ માટે જરૂર પડે છે એવા જ આબેહૂબ માહોલની જેને ફિલ્મી ભાષામાં કહેવાય છે સેટ. વેકલમ ટુ ધ બોલિવૂડ ફિલ્મી સેટ.

     ફિલ્મની વાર્તા પરથી કે થીમ પરથી જે તે લોકેશન નક્કી થાય છે. આવા લોકેશન અને સેટ પર કેવા પ્રકારનો માહોલ રહેશે એ માટેની આખી રીસર્ચ ટીમ હોય છે, જે નક્કી કરે છે લોકેશન અને સેટ પરના ટોટલ શોટ. શરૂઆત કરીએ માઈલસ્ટોન ફિલ્મ ‘શૉલે’થી. આ ફિલ્મ જ્યાં શૂટ થઈ ત્યાં અત્યારે એક આખો તાલુકો બની ગયો છે. નામ છે રામપુર. ઓરિજિનલ જગ્યા છે કર્ણાટકના મહાનગર બેંગ્લુરૂ નજીક આવેલી રામાનગરમ્‌ની ઘાટી. પથ્થરાવ રસ્તો અને કુદરતી સૌદર્યથી ભરપૂર લોકેશન. આ છે ટોટલ ઓરિજિનાલીટી. જેમા એક રૂમ સેટ માટે નાનકડો સેટ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં ગામડાંની થીમ ફોલો કરાઈ હતી. સેટ તૈયાર કરવો એ ખરા અર્થમાં આર્ટ છે. કાર્ડર્બોર્ડ અને લાકડાની મદદથી એવું નગર તૈયાર થાય છે જાણે એવું લાગે કે સાક્ષાત સ્વર્ગનું પૃથ્વી પર નિર્માણ કરી દીધું હોય. સંજય લીલા ભણસાલીની ફિલ્મોમાં સેટની અદભૂત કારીગરી હોય છે. રિયાલિસ્ટિક માહોલ માટે સંજયભાઈ જાણે ખુદ કોઈ સેટ માટે નક્શીકામ કરવા બેઠા હોય એવું લાગે. 'રામલીલા’, 'ગંગુબાઈ કાઠિયાવાડી’, 'બ્લેક’, 'બાજીરાવ મસ્તાની’, 'પદમાવત’,આ તમામ ફિલ્મોમાં જે વારંવાર જાેવું ગમે એ છે ફિલ્મનો સેટ. જાણે એક જ મેદાન પર આખું રાજસ્થાની રજવાડું ખડું કરી દીઘું હોય. દાદ દેવી પડે સુબ્રતા ચક્રવર્તી અને અમિત રેને. જેણે પદમાવત માટે સેટ બનાવ્યો.

     કોઈ પણ ફિલ્મમાં વરસાદ અને આગ એ સૌથી પડકારજનક શૂટિંગ સીન મનાય છે. વરસાદી પાણીમાં વાયર સ્પાર્ક થાય તો સેટ સગળી ઊઠ્‌યો હોય એવા પણ દાખલા છે. મુંબઈ અને હૈદરાબાદની ફિલ્મસિટીમાં જે સામાન્ય વસ્તુ છે એ તમામ કાયમી ધોરણ લાઈવ સેટ તરીકે સાચવી રાખવામાં આવી હોય છે. જેમ કે, ગામડાંનું ઘર, મુંબઈની ચોર બજાર, જે તે શહેરનું રેલવે સ્ટેશન, એરપોર્ટ. જ્યાં માત્ર નામના પાટિયા બદલો એટલે એક રેલવે સ્ટેશન બીજી કેટલીક ફિલ્મોમાં ચાલી જાય. જમાનો રિયાલિટીનો છે. 'ચેન્નઈ એક્સપ્રેસ’માં રોહિત શેટ્ટીએ રેલવે મંત્રાલય પાસેથી મંજૂરી લઈને આખી ટ્રેન ભાડે રાખી હતી. જે ગોવાના વેસ્ટર્ન કોરીડોર પર શૂટ કરાઈ હતી. આ જ ફિલ્મની છેલ્લી ફાઈટ જે સેટ પર રેકોર્ડ થઈ એ સેટમાં ગામડાંની થીમ સામાન્ય હતી. મેદાન પર જ ખાલી સામાન મૂકાયો હતો. સેટની વાત આવે તો સેટની દુનિયામાં સબુ સાયરિલને કેવી રીતે ભૂલી શકાય? બાહુબલી માટે જેણે આખો સેટ બનાવ્યો એ સબુ સાયરિલ. જેના સેટને જાેવા દેશ-દુનિયામાંથી લોકો રામોજી ફિલ્મસિટીમાં આવે છે. ફિલ્મની સાથે થોડી સીરિયલની કે, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જે બહારથી સોસાયટી દેખાય છે એ મુંબઈ ફિલ્મ સિટીનો પહેલો જ સેટ છે. અંદરના જે કોઈ સીન શુટ થાય છે એ ગોરેગાંવમાં આવેલા અસલી ફ્લેટનીં અંદર રેકોર્ડ થાય છે. હા, અહીંયા જ બીજા કોમ્પ્લેક્સમાં 'અનુપમા’નું શુટિંગ થાય છે. ટોટલી ઓન સેટ.

     શ્રી રામ આયેંગર અને સુજીત સાવંત એટલે 'બાજીરાવ મસ્તાની'માં જે પેલેસ દેખાડે છે એનો અસલી મેકર્સ. આ બંને વ્યક્તિએ ફિલ્મ 'એબીસીડી’ની થીમ ડીઝાઈન કરેલી. જે ડાયરેક્ટર-ડાન્સર રેમોસરને એક જ નજરમાં ગમી ગયેલી. જાણીને આશ્ચર્ય થશે કે, રોહિત શેટ્ટી પોતે જ જે તે સેટ માટે ડીઝાઈન તૈયાર કરે છે. બેક ટુ હિસ્ટ્રી કે, રીષિ કપૂરનું ફેમસ ગીત ‘ઓમ શાંતિ ઓમ‘ જ્યાં શૂટ થયેલું એ ફરતું સ્ટેજ હમણા સુધી આર.કે. સ્ટુડિયોમાં હતું!

આઉટ ઓફ ધ બોક્સ

'પ્રેમ રતન ધન પાયો’માં જે શીશ મહેલ બતાવે છે એ કરજાત વિસ્તારમાં આવેલો છે. જે મુંબઈથી ૮૦ કિમી દૂર છે. આ ખાસ કારીગરો દ્વારા તૈયાર કરાયેલો શીશ મહેલ છે. જ્યારે અસલી શીશ મહેલ સિટી પેલેસ ઉદયપુર અને જયપુરના પેલેસમાં છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution