માતાપિતાના ઝઘડાની સંતાન પર પડતી ગંભીર અસર

બાળપણ એ માનવજીવનનો એક એવો તબક્કો છે જે આપણા સમગ્ર જીવનનો પાયો નાખે છે. આ સમય દરમિયાન મળેલા અનુભવો, શીખેલા પાઠ અને ઘડાયેલી માનસિકતા આપણા ભવિષ્યના દરેક પાસાને સ્પર્શે છે. સકારાત્મક અને પ્રેમાળ વાતાવરણમાં ઉછરેલા બાળકો આત્મવિશ્વાસુ, ખુશ અને સફળ બનવાની શક્યતા વધુ ધરાવે છે, જ્યારે નકારાત્મક અનુભવો ધરાવતા બાળકો ઘણીવાર માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનો શિકાર બની શકે છે. માતા-પિતા બાળકના જીવનના શિલ્પી સમાન હોય છે. તેમની ભૂમિકા ફક્ત બાળકને જન્મ આપવા અને તેનું ભરણપોષણ કરવા પૂરતી મર્યાદિત નથી. એટલા માટે જ પેરેન્ટિંગ અને ગર્ભસંસ્કાર જેવા વિષયો દરેક નવયુગલો અને માતા-પિતા માટે ખૂબ મહત્વના માનવામાં આવે છે.

પાર્થ મારી પાસે આવ્યો ત્યારે એની ઉંમર ૨૮ વર્ષની આસપાસ હતી. ડેશિંગ અને શાંત છોકરો, પણ એની આંખોમાં કંઈક ડર છુપાયેલો હતો. થોડી વાતો કરી ત્યારે ખબર પડી કે પાર્થ છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકામાં રહે છે અને ત્યાં એની ફિલિપાઈન્સની ગર્લફ્રેન્ડ લિયા સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહે છે. તેઓ બંને જાેબ કરતાં હોવાથી જીવનમાં ઘણી વ્યસ્તતા રહેતી હતી. તેમ છતાં તેઓ એકબીજા માટે સમય કાઢતાં હતાં અને એક સુંદર અને પ્રેમાળ જીવન જીવી રહ્યાં હતાં. પરંતુ પાર્થના જીવનમાં તકલીફ ત્યારે ઊભી થઈ કે જ્યારે તેના માતાપિતાએ લિયા સામે સીધો લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂકી દીધો. લિયાને પણ પાર્થ સાથે લગ્ન કરવાની ખૂબ તીવ્ર ઈચ્છા હતી જેથી તેણે તુરંત આ પ્રપોઝલ સ્વીકારી લીધું. અગાઉ પણ તેણે લગ્નની વાત પાર્થને કરી પણ હતી. પરંતુ પાર્થે તે સમયે લગ્ન કરવાની અનિચ્છા બતાવી હતી.

પાર્થે મારી સમક્ષ તેની વેદના રજૂ કરતાં જણાવ્યું કે, “હું લિયાને ખૂબ પ્રેમ કરું છું અને મને ખ્યાલ છે કે તે પણ મને ખૂબ ચાહે છે. તેમ છતાં મને લગ્ન કરવામાં થોડો ડર લાગે છે. હું લિયા સાથે માત્ર લિવ ઇન રિલેશનમાં જ રહેવા માંગુ છું.” પાર્થની આ વાતને તેના માતા પિતા અને લિયા સમજી શકતા નહતાં. જેના કારણે પાર્થ સાથેના તેઓના સંબંધોમાં તણાવ ઉત્પન્ન થઈ રહ્યો હતો.

કેસ સ્ટડી દરમિયાન પાર્થની પેરેન્ટિંગ હિસ્ટરીને ચેક કરતાં ખ્યાલ આવ્યો કે બાળપણમાં પાર્થે માતા-પિતાના અનેક ઝઘડાઓ જાેયેલા છે. તે સમયે તેને ખૂબ ગુસ્સો અને અકળામણ થતી હતી. પરંતુ તે પોતાની ભાવનાઓને વ્યક્ત કરવામાં અસક્ષમ હતો. એક વખત તો તે આ બધા ઝઘડાઓથી કંટાળીને ઘર છોડીને નાના નાનીને ત્યાં રહેવા ચાલ્યો ગયો હતો. માતા-પિતાના નિષ્ફળ અને તનાવથી ભરેલા લગ્ન જીવનને જાેઈને તેના મનમાં લગ્ન વિષે એક નકારાત્મક દ્રષ્ટિકોણ ઉત્પન્ન થઈ ગયો હતો. આ ડરના કારણે તે એક સારા સંબંધને આગળ વધારવામાં ખચકાટ અનુભવતો હતો.

કાઉન્સેલિંગ દરમિયાન મેં પાર્થને સમજાવ્યું કે ઘણા કપલમાં સામાન્ય ઝઘડા થવા તે ઘણી કોમન વાત છે અને અમુક કપલની વચ્ચે આ ઝઘડાઓ ખૂબ ઉગ્ર સ્વરૂપ પણ લઈ લેતા હોય છે. વાસ્તવમાં આ ઝઘડાઓનું મૂળ કારણ લગ્નજીવનમાં નહીં ,પરંતુ વ્યક્તિગત માનસિકતામાં છુપાયેલું છે. થોડી સમજ, પ્રેમ અને પ્રમાણિકતાથી એકબીજાનો આદર કરીને લગ્નજીવનને ખૂબ જ સારું અને સફળ બનાવી શકાય છે.

પાર્થની મદદ કરવા માટે મેં થોડી યુનિક ટેકનિકનો ઉપયોગ કર્યો. પાર્થની એક દ્રઢ માન્યતા હતી કે, “લગ્નજીવન એટલે ઝગડા અને અણબનાવ” જેને બદલવા માટે દ્ગન્ઁ(દ્ગીેિર્-ન્ૈહખ્તેૈજંૈષ્ઠ ઁિર્ખ્તટ્ઠિદ્બદ્બૈહખ્ત)ની રિફ્રેમીન્ગ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો. આ પદ્ધતિ દ્વારા પાર્થને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ઝગડા એ કોઈપણ સંબંધનો એક ભાગ હોઈ શકે છે પણ તે જ લગ્નજીવનનું સર્વસ્વ નથી. લગ્નજીવનમાં સૌથી વધુ મહત્વનું છે પ્રેમ, સમજ અને વિશ્વાસ.

લગભગ એકાદ મહિનાની નિયમિત મુલાકાત અને અમુક ચોક્કસ મનની એક્સર્સાઈઝના માધ્યમથી પાર્થનો લગ્નજીવન પ્રત્યેનો ડર દૂર થઈ ગયો. તેણે સામેથી લગ્ન કરવાની તૈયારી બતાવી. આ વાત તેના માતા-પિતા અને લિયાને ખબર પડતાં સમગ્ર ઘરમાં એક અનેરો ઉત્સાહ છવાઈ ગયો. જેના પરિણામ સ્વરૂપે આજે પાર્થ અને લિયા અમેરિકામાં એક સુખદ અને પ્રેમાળ લગ્નજીવન જીવી રહ્યા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution