લેબનોન: લેબનોનમાં પેજર હુમલામાં ૯ લોકોના મોત થયા છે. ૨૮૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. હિઝબુલ્લાહને આની પાછળ ઈઝરાયેલનો હાથ હોવાની શંકા છે. જાે આવું છે તો તેના માટે ચિંતાનો વિષય છે કે ઈઝરાયેલ તેની દરેક ગતિવિધિ પર નજર રાખી રહ્યું છે.લેબનોનમાં હિઝબુલ્લા સાથે સંકળાયેલા સભ્યોના પેજરમાં સિરિયલ બ્લાસ્ટ થતાં ભારે અફરાતફરી મચી ગઇ. મીડિયા રિપોટ્ર્સ અનુસાર, બ્લાસ્ટમાં ૧ બાળક સહિત ૯ લોકોના મોત થયા છે. જ્યારે કે ૨ હજાર ૮૦૦થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. જૈ પૈકી ૨૦૦ની હાલત ગંભીર છે. અહેવાલો મુજબ પેજર હેક કરીને બ્લાસ્ટ કરવામાં આવ્યા છે અને આ હેકિંગ પાછળ ઈઝરાયલનો હાથ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. હિઝબુલ્લા સાથે જાેડાયેલા એક હજારથી વધુ સભ્યોને નિશાન બનાવવામાં આવ્યા છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સીરિયામાં હાજર હિઝબુલ્લાના ચીફને પણ નિશાન બનાવવામાં આવ્યો છે. બીજી તરફ ઈરાનના રાજદૂત મોજીતબા અમાની પેજર વિસ્ફોટમાં ઘાયલ થયા છે, પરંતુ તેમની ઈજાઓ ગંભીર નથી. હિઝબુલ્લાહને આની પાછળ ઈઝરાયેલનો હાથ હોવાની શંકા છે. જાે આવું છે તો તેના માટે ચિંતાનો વિષય છે કે ઈઝરાયેલ તેની દરેક ગતિવિધિ પર નજર રાખી રહ્યું છે. જાે હિઝબુલ્લાહના ખિસ્સામાં રાખવામાં આવેલા પેજર સુધી ઇઝરાયેલની પહોંચ હોય તો તે ટેન્કોલોજીમાં સીધી ઘૂસણખોરી છે. જાે આમ થયુ હશે તો ગયા વર્ષે ઓક્ટોબરમાં ઇઝરાયેલ પર હમાસના હુમલાનો આ એક મોટો બદલો છે,