ઓગસ્ટનો મહિનો હવે સમાપ્ત થવાનો છે. આ વચ્ચે આવનારા મહિના એટલે કે સપ્ટેમ્બરમાં સરકાર ઘણા મોટા ફેરફાર કરી શકે છે, જેની સીધી અસર તમારા પર પડશે. તો આવો તમને જણાવીએ સપ્ટેમ્બર મહિનામાં કયા-ક્યા ફેરફાર થશે.દર મહિનાની ૧ તારીખે એલપીજી સિલિન્ડરના ભાવ નક્કી કરવામાં આવે છે. તેવામાં રસોઈ ગેસથી લઈને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર જાેવા મળી શકે છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં છેલ્લે ૮.૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.તેલ કંપનીઓ તરફથી દર મહિનાની ૧ તારીખે હવાઈ ઈંધણ એટલે કે એર ટર્બાઇન ફ્યૂલ (છ્હ્લ), ઝ્રદ્ગય્ અને ઁદ્ગય્ ના ભાવમાં ફેરફાર કરવામાં આવે છે. તેવામાં તેની કિંમતમાં વધારો-ઘટાડો થઈ શકે છે. ટ્રાઈએ ટેલીકોમ કંપનીઓને નિર્દેશ આપ્યો છે કે તે નકલી કોલ અને મેસેજ રોકવા માટે જરૂરી પગલાં ભરે. તેવામાં ૧ સપ્ટેમ્બરથી તેના પર લગામ લાગી શકે છે. ટ્રાઈએ ટેલીકોમ કંપનીઓને કહ્યું છે કે તે ૧૪૦ મોબાઈલ નંબર સિરીઝથી શરૂ થનાર ટેલીમાર્કેટિંગ કોલ અને કોમર્શિયલ મેસેજિંગને બ્લોકચેન બેઝ ડિસ્ટ્રીબ્યૂટેડ લેઝર ટેક્નોલોજી પ્લેટફોર્મ પર શિફ્ટ કરી દે.તમે ૧૪ સપ્ટેમ્બર સુધી ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો. ત્યારબાદ તમારે પૈસા ચુકવવા પડશે. પહેલા ફ્રી આધાર કાર્ડ અપડેટ કરવાની તારીખ ૧૪ જૂન હતી, જેને વધારી ૧૪ સપ્ટેમ્બર કરવામાં આવી છે.ૐડ્ઢહ્લઝ્ર બેંકે ૧ સપ્ટેમ્બરથી યુટિલિટી ટ્રાન્ઝેક્શન પર રિવોર્ડ પોઈન્ટની મર્યાદા નક્કી કરવાની જાહેરાત કરી છે. આ સાથે ગ્રાહકો દર મહિને માત્ર ૨૦૦૦ પોઈન્ટ્સ મેળવી શકશે. થર્ડ પાર્ટી એપ દ્વારા શૈક્ષણિક પેમેન્ટ કરવા પર બેંક કોઈ રિવોર્ડ આપશે નહીં.૧ સપ્ટેમ્બરથી ક્રેડિટ કાર્ડ પર ચૂકવવાપાત્ર લઘુત્તમ ચુકવણીમાં ઘટાડો થવા જઈ રહ્યો છે. ચુકવણીની તારીખ પણ ૧૮ થી ઘટાડીને ૧૫ દિવસ કરવામાં આવી છે. તારીખથી જ ઇેઁટ્ઠઅ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા ગ્રાહકોને અન્ય ક્રેડિટ કાર્ડ્સની જેમ જ રિવોર્ડ પોઈન્ટ્સ મળશે.તેમ માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો કરી શકે છે. વર્તમાનમાં કર્મચારીઓને ૫૦ ટકાના દરે મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે.