સેન્સેક્સ ૨૩૦૩ પોઈન્ટ વધી ૭૪,૩૮૨ ઉપર અને નિફ્ટી ૭૩૬ પોઈન્ટ વધીને ૨૨,૬૨૦ પર બંધ રહ્યો

મુંબઈ, :દ્ગડ્ઢછ સરકારની રચનાની જાહેરાતને કારણે બજારે ફરી વેગ પકડ્યો, સેન્સેક્સ, નિફ્ટી ૩%થી વધુના ક્લોઝિંગ બેલ સાથે બંધ – ગઈકાલના ઘટાડા પછી, નીચલા સ્તરેથી ખરીદી જાેવા મળી હતી. બીએસઈના તમામ સેક્ટર ઈન્ડાઈસિસમાં ખરીદારી જાેવા મળી હતી. હ્લસ્ઝ્રય્ ઇન્ડેક્સમાં ૪% થી વધુનો વધારો જાેવા મળ્યો હતો. ફાર્મા, એનર્જી ઇન્ડેક્સ લગભગ ૩% ના વધારા સાથે બંધ થવામાં સફળ રહ્યા. સેન્સેક્સ ૨૩૦૩ પોઈન્ટ વધીને ૭૪,૩૮૨ પર બંધ રહ્યો હતો. નિફ્ટી ૭૩૬ પોઈન્ટ વધીને ૨૨,૬૨૦ પર બંધ રહ્યો હતો.લોકસભા ચૂંટણીની મતગણતરીના દિવસે જે રીતે વેચાણ થયું હતું, તેવી જ સ્થિતિ ૨૦૦૪ની લોકસભા ચૂંટણી વખતે પણ હતી. જ્યારે અટલ બિહારી વાજપેયીની આગેવાની હેઠળની એનડીએ ગઠબંધન સરકારનો પરાજય થયો હતો, તે સમયે શેરબજારમાં મોટા પાયે વેચવાલી થઈ હતી અને તે સ્થિતી ૪ જૂન, ૨૦૨૪ ના દિવસે બની.પરંતુ આજે શેરબજારમાં રિકવરી જાેવા મળી રહી છે. તેનું મુખ્ય કારણ એ છે કે ભાજપના નેતૃત્વમાં એનડીએ ફરીથી સરકાર બનાવવા માટે લગભગ તૈયાર છે. માનવામાં આવે છે કે આંધ્રપ્રદેશમાંથી નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઇટેડ (ત્નડ્ઢેં) અને ચંદ્રાબાબુ નાયડુની પાર્ટી તેલુગુ દેશમ પાર્ટી (્‌ડ્ઢઁ) સરકારને સમર્થન આપશે. આ કારણે મોદી સરકાર ફરી રિપીટ થશે અને નીતિઓમાં ઓછા ફેરફાર થશે. જે બજાર માટે સકારાત્મક સંકેત છે.આજે મ્જીઈ સેન્સેક્સના ૩૦ શેર ગ્રીન સિગ્નલ સાથે બંધ થયા છે. ૭.૭૫% ના વધારા સાથે, ઇન્ડસઇન્ડ બેંકના શેર ટોપ ગેનર્સની યાદીમાં નંબર ૧ પર છે. આ સિવાય ટાટા સ્ટીલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ફાઇનાન્સ, કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ બેંક, એચડીએફસી બેંક અને હિન્દુસ્તાન યુનિલિવરના શેરો ટોચના ગેઇનર હતા. આ તમામ શેર ૪ ટકાથી વધુના વધારા સાથે બંધ થયા છે.

ટોપ લૂઝરની વાત કરીએ તો નિફ્ટી૫૦ પર માત્ર બે જ શેર લાલ નિશાનમાં બંધ થયા છે. પ્રથમ- લાર્સન એન્ડ ટુબ્રો, જે ૦.૧૦ ટકાના ઘટાડા સાથે બંધ થયો. બીજું, મ્ઁઝ્રન્- જે ૦.૦૩ ટકાના ઘટાડા સાથે બંધ થયું. આજે સૌથી મોટો ઉછાળો નિફ્ટી૫૦ પર મેટલ શેરોમાં જાેવા મળ્યો હતો. નિફ્ટી મેટલમાં ૫.૭૫ ટકાનો વધારો નોંધાયો છે. નિફ્ટી ઓટો ૪.૭૦ જ્યારે નિફ્ટી બેન્ક સેક્ટર પણ ૪.૫૩ ટકા ઉછળ્યો હતો. સૌથી ઓછો ઉછાળો ર્ંૈંન્ અને ય્છજી સેક્ટરમાં જાેવા મળ્યો હતો, ૨.૧૮ ટકા હતો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution