મુંબઈ-
દુનિયાભરના શેરબજારોમાં ભારે કડાકાને પગલે સ્થાનિક શેરબજારો પણ તૂટ્યા છે. બીએસઈ સેન્સેક્સ 729 અંક નીચે 50,309.87 પર ચાલી રહ્યો હતો જ્યારે શરૂઆતમાં ટ્રેડિંગ ઈન્ડેક્સ 1100 અંક તૂટીને દિવસના સૌથી નીચલા સ્તર 49,950.75 પર ચાલ્યો ગયો હતો. ઈંડ્સઈન્ડ બેંકનો શેર સૌથી નીચે એટલે કે, 3.44 ટકા નીચો વેપાર કરી રહ્યો છે.
રોકાણકારો બજારમાં બેંકીંગ શેરો મોટા પ્રમાણમાં કાઢી રહ્યા છે. નિફ્ટી બેંક ઈન્ડેક્સ 877 પોઈન્ટ નીચે 35,671.85 પર વેપાર કરી રહ્યો હતો, જેમાં સરકારી બેંકોના શેરો સૌથી વધારે તૂટ્યા છે. બેંક ઓફ બરોડાના શેરો 4 ટકા નીચે વેપાર કરી રહ્યા છે. નિફ્ટી ઈન્ડેક્સ પણ 285 પોઈન્ટ નીચે 14,811.65 અંક પર વેપાર કરી રહ્યો હતો.
બીએસઈ પર 2099 શેરોમાં વેપાર ચાલી રહ્યો હતો જે પૈકી 792 શેરોમાં વધારો જ્યારે 1,231 શેરોમાં કડાકો જોવા મળ્યો હતો. લિસ્ટેડ કંપનીઓની બજાર મૂડી જે ગઈકાલે રૂપિયા 206.18 લાખ કરોડ હતી તે આજે ઘટીને રૂપિયા 204.60 લાખ કરોડ થઈ ગઈ હતી, એટલે કે તેમાં ઘટાડો જોવા મળ્યો હતો. અમેરીકી શેરબજારોમાં ભારે કડાકાને પગલે દુનિયાભરના શેરબજારોમાં કડાકો જોવાયો છે. જાપાન અને હોંગકોંગના શેરબજારો પણ 700થી વધારે અંક જેટલા તૂટ્યા હતા.