2021ના અંત સુધીમાં સેન્સેક્સ 61 હજાર પોઈન્ટ્‌સની સપાટી સુધી પહોંચી શકેઃ મોર્ગન સ્ટેન્લી

દિલ્હી-

ધાર્યા કરતાં વધારે સારા બજેટ બાદ શેરબજારમાં જાેવા મળી રહેલી તેજી વચ્ચે વિદેશી બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીએ 2021ના અંત સુધીમાં સેન્સેક્સ 61 હજાર પોઈન્ટ્‌સની સપાટી સુધી પહોંચી જશે તેવી સંભાવના વ્યક્ત કરી છે. તેણે જણાવ્યું છે કે જાે હાલની તેજી જળવાઈ રહી તો સેન્સેક્સ 61 હજારના લેવલે પહોંચી શકે. જાેકે, મોર્ગન સ્ટેનલીએ આ વર્ષ માટેના તેના ટાર્ગેટને 50 હજારથી વધારીને ૫૫ હજાર જ કર્યો છે. તેનું માનવું છે કે, જાે કોર્પોરેટ અર્નિંગ્સ આવતા વર્ષે 37 ટકાના દરે વધે અને અમેરિકન ડોલર ઘટે તો વિદેશી રોકાણમાં વધારો થશે, અને આ સ્થિતિમાં ભારતીય શેરબજારમાં જાેરદાર તેજી જાેવા મળશે.

પોતાની એક નોંધમાં મોર્ગન સ્ટેનલી જણાવે છે કે કોઈ નવો ઈન્કમ ટેક્સ જાહેર ના કરાતા માર્કેટમાં એક નવું સેન્ટિમેન્ટ ઉભું થયું છે. આ ઉપરાંત, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચો વધારીને વિકાસ દરને વધારવા તેમજ ડિસઈન્વેસ્ટમેન્ટ દ્વારા મૂડી ઉભી કરવાના, બે સરકારી બેંકોનું અને એક વીમા કંપનીનું ખાનગીકરણ કરવાના ર્નિણયથી બજારમાં તેજી જાેવા મળશે. મોર્ગન સ્ટેનલીએ જણાવ્યું છે કે, ભારતીય શેરબજારમાં વૈશ્વિક બજારોની માફક તેજીનો રસ્તો તૈયાર કરવાનો બજેટમાં પાયો નાખવામાં આવ્યો છે. તેણે સાયકલિનિકલ સેક્ટર્સ, વ્યાજના દર અને સેન્સિટિવ સેક્ટર્સ તેમજ મિડકેપ્સનો પણ ખાસ ઉલ્લેખ કર્યો છે.

નાણાંમંત્રી ર્નિમલા સિતારમણે 01 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કર્યું ત્યારે જ શેરબજારમાં જાેરદાર તેજી જાેવા મળી હતી, અને સેન્સેક્સ 2300 પોઈન્ટ્‌સ જેટલો ઉછળ્યો હતો. આ તેજી આજે પણ જળવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, બજેટની અગાઉના સપ્તાહમાં 50 હજારની ઐતિહાસિક સપાટીને વટાવ્યા બાદ સેન્સેક્સ જાેરદાર ધોવાયો હતો. સરકારે અર્થતંત્રમાં મૂડીનો પ્રવાહ વધારવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટું રોકાણ કરવાની જાહેરાત કરી છે, અને હેલ્થકેરમાં પણ જંગી ખર્ચ કરવામાં આવશે. મોર્ગન સ્ટેનલીનું કહેવું છે કે બજેટમાં જે જાહેરાતો કરાઈ છે તેના પર જાે યોગ્ય રીતે અમલ થયો તો તેનાથી દેશની જીડીપીમાં કોર્પોરેટ્‌સના નફાનો હિસ્સો વધશે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution