સેન્સેક્સ ૧૦૧૭ અને નિફ્ટી ૨૯૨ પોઈન્ટ તુટ્યોઃરોકાણકારોએ ૫ લાખ કરોડ ગુમાવ્યા

મુંબઈ: શુક્રવારે ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો જાેવા મળ્યો હતો. શુક્રવારે રાત્રે જાહેર થનારા યુએસ જાેબ્સ રિપોર્ટને કારણે બજારમાં મંદી આવી રહી છે. આ ડેટાને વ્યાજ દરમાં ઘટાડા માટે મહત્વનો આધાર માનવામાં આવે છે. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ ૧,૦૧૭ પોઈન્ટ અથવા ૧.૨૪ ટકા ઘટીને ૮૧,૧૮૩ પર અને નિફ્ટી ૨૯૨ પોઈન્ટ અથવા ૧.૧૭ ટકા ઘટીને ૨૪,૮૫૨ પર હતો. બેંક નિફ્ટી પણ લગભગ ૯૦૦ પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ભારે ઘટાડાને કારણે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (મ્જીઈ) પર લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. ૫.૩ લાખ કરોડ ઘટીને રૂ. ૪૬૦.૦૪ લાખ કરોડ થયું છે, જે ગુરુવારે રૂ. ૪૬૫ લાખ કરોડથી વધુ હતું. જીમ્ૈં, ૈંઝ્રૈંઝ્રૈં બેંક, દ્ગ્‌ઁઝ્ર, ૐઝ્રન્ ટેક, રિલાયન્સ, ટાટા મોટર્સ, ૈં્‌ઝ્ર, એક્સિસ બેંક, ઇન્ફોસિસ, ન્શ્‌, સ્શ્સ્, મારુતિ સુઝુકી, અલ્ટ્રાટેક સિમેન્ટ અને વિપ્રો સેન્સેક્સ પેકમાં ટોપ લુઝર હતા. બજાજ ફાઈનાન્સ, એશિયન પેઈન્ટ્‌સ, જેએસડબ્લ્યુ સ્ટીલ અને એચયુએલ ટોપ ગેનર હતા. બજારના તમામ ઈન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા છે. સૌથી વધુ ઘટાડો ઓટો, પીએસયુ બેન્ક, ફિન સર્વિસ, મીડિયા, એનર્જી, પ્રાઈવેટ બેન્ક, ઈન્ફ્રા, રિયલ્ટી અને એફએમસીજી ઈન્ડેક્સમાં જાેવા મળ્યો હતો. નિફ્ટી મિડકેપ ૧૦૦ ઈન્ડેક્સ ૯૪૬ પોઈન્ટ્‌સ અથવા ૧.૫૯ ટકા ઘટીને ૫૮,૫૦૧ પર અને નિફ્ટી સ્મોલકેપ ૧૦૦ ઈન્ડેક્સ ૨૪૪ પોઈન્ટ્‌સ અથવા ૧.૨૫ ટકા ઘટીને ૧૯,૨૭૫ પર આવ્યો હતો. માર્કેટમાં વધઘટ દર્શાવતો ઈન્ડિયા વિક્સ ૭ ટકા વધીને ૧૫.૨૧ પર બંધ રહ્યો હતો.

બજારમાં ઊંચા સ્તરેથી ઘટાડો જાેવા મળ્યો છે. તેનું મુખ્ય કારણ શુક્રવારે રાત્રે આવતા યુએસ જાેબ્સ ડેટા છે. જાે તે નબળું પડશે તો વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં મંદીની શક્યતા વધી જશે. તે જ સમયે, સ્જીઝ્રૈં ઇમર્જિંગ માર્કેટમાં ભારતનું વેઇટેજ ચીન કરતાં વધુ થઈ ગયું છે. આ કારણે ભારતીય બજારના ઊંચા મૂલ્યાંકનને કારણે ફાળવણી વેઇટેજમાં ઘટાડો થવાનું જાેખમ વધી ગયું છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution