બોડેલી એમડીઆઈ પ્રા.શાળા અને ખત્રી વિદ્યાલયમાં શિક્ષકો નું સન્માન કરી સ્વ શાસન દિન ઉજવાયો


  ૫ સપ્ટેમ્બર એટલે સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મ જયંતી જે શિક્ષક દિવસ તરીકે આખા ભારતમાં ઉજવાતો હોય છે. શિક્ષક દિવસની ઉજવણી ૧૯૬૨માં શરૂ થઈ ત્યારથી આપણા દેશની પરંપરા બની ગઈ છે. શિક્ષણ સમાજમાં શિક્ષકોની મહત્વપૂર્ણ ભૂમિકા ને યાદ કરવા માટે ઉજવવામાં આવે છે ઘણી શાળાઓને સંસ્થાઓમાં આ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ કરી ઉજવવામાં આવે છે. ત્યારે એમડીઆઈ પ્રાથમિક શાળા તથા ખત્રી વિદ્યાલયમાં જે તે વિષયને અનુલક્ષીને કે.જી.થી માંડીને ધોરણ ૧૨ સુધીના ભૂલકાઓ દ્વારા શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી જેમાં વિવિધ વિષયોમાં પોતાની સુષુપ્ત શક્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને આગવી માહિતી પ્રદાન કરી હતી.આ વિશિષ્ટ દિન નિમિત્તે

સમાજના અગ્રણી મોહસીનઅલી સૈયદબાવા , ટ્રષ્ટ ના પ્રમુખશ્રી મંત્રીશ્રી તથા સભ્યો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શિક્ષણની મહત્તા અને જીવનમાં શિક્ષણના મૂલ્યોની વિસ્તૃત માહિતી અર્પણ કરવાની સાથે ગુરુની મહિમા ના દર્શન કરાવી વિદ્યાર્થીઓને મંત્ર મુગ્ધ કર્યા હતા.તથા સમગ્ર શાળા શિક્ષકગણ, સાથી સહાયકગણને તેમના વાર્ષિક ઉત્સાહ,ઉમંગ,પરિશ્રમ, કર્તવ્ય જેવા ગુણોને કારણે શાળા મંડળ દ્વારા સ્મૃતિ ભેટ આપી શુભેચ્છાઓ આપવામાં આવી હતી. અંતે શાળાના આચાર્ય યુ.વાય. ટપલા દ્વારા શિક્ષક બનેલા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી ઉત્તર ઉત્તર પ્રગતિ કરે અને જીવનમાં સફળતાના સોપાનો સર કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution