દિલ્હીના નવા મુખ્યમંત્રી આતિશીની પસંદગી

નવીદિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ મુખ્યમંત્રી પદની રેસમાં અનેક નામ સામેલ હતા. વર્તમાન કેબિનેટ સભ્યો ઉપરાંત આતિશી, સૌરભ ભારદ્વાજ, ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, પૂર્વ દિલ્હી લોકસભાના ઉમેદવાર કુલદીપ કુમાર, વિધાનસભાના ઉપાધ્યક્ષ રાખી બિરલાન અને અન્ય નામો પણ સામેલ હતા. પરંતુ આતિશીના નામ પર મહોર લાગી ગઈ છે. આતિશીને આગામી ચૂંટણી સુધી જવાબદારી સોંપવામાં આવી છે. નવી સરકાર અને જનતાના ર્નિણય બાદ જ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી બનશે. દિલ્હીના મંત્રી ગોપાલ રાયે પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી હશે.કેજરીવાલના નિવાસસ્થાને ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેજરીવાલે તમામ ધારાસભ્યોની સામે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને તમામ ધારાસભ્યોએ ટેકો આપ્યો હતો.આતિશી પંજાબી પરિવારમાંથી છે.આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સત્યેન્દ્ર જૈન હાલમાં જેલમાં છે. બે ધારાસભ્યો પાર્ટી છોડીને ભાજપમાં જાેડાયા છે. જ્યારે એક ધારાસભ્ય પાર્ટી છોડીને કોંગ્રેસમાં જાેડાયા છે. ભાજપમાં જાેડાયેલા રાજકુમાર આનંદે તેમની ધારાસભ્ય સદસ્યતા ગુમાવી દીધી છે. તેઓ પૂર્વ ધારાસભ્ય બન્યા છે. કેજરીવાલના નિવાસસ્થાને મળેલી બેઠકમાં ૫૭ ધારાસભ્યો હાજર રહ્યા હતા. રાયે કહ્યું કે ભાજપ આમ આદમી પાર્ટીને ખતમ કરવા માંગે છે. જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલે રાજીનામું આપવાનો ર્નિણય લીધો હતો. અમે ભાજપના તમામ ષડયંત્રોને નિષ્ફળ બનાવ્યા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution