ફોટોગ્રાફર્સને જોઈ ગુસ્સામાં આવેલો તૈમુર દરવાજા સાથે અથડાયો

મુંબઇ

કરીના કપૂરે ડિલિવરીના 18મા દિવસથી કામ કરવાનું શરૂ કરી દીધું છે. હાલમાં જ કરીના મોટી બહેન કરિશ્માની દીકરી સમાયરાના 16મા જન્મદિવસની પાર્ટીમાં દીકરા તૈમુર તથા માતા બબીતા સાથે આવી હતી. આ સમયે તૈમુરનું માથું કાચના દરવાજા સાથે અથડાયું હતું.

કરીના કપૂર સી ગ્રીન રંગના મેક્સી ડ્રેસમાં જોવા મળી હતી. આ આઉટફિટમાં કરીના ઘણી જ સુંદર લાગતી હતી. કરીનાએ ફોટોગ્રાફર્સને પોઝ પણ આપ્યા હતા. આ સાથે જ ફોટોગ્રાફર્સનો આભાર માન્યો હતો.


તૈમુર ફોટોગ્રાફર્સને જોતાં જ ગુસ્સે થયો હતો અને બૂમો પાડવા લાગ્યો હતો. આટલું જ નહીં તે દોડીને ઘરમાં જવા લાગ્યો હતો. આ સમયે કાચના દરવાજા સાથે તેનું માથું અથડાઈ ગયું હતું. કરીનાએ તરત જ તૈમુરને હાથ પકડી લીધો હતો. તૈમુર બ્લેક ટી શર્ટ તથા જીન્સમાં જોવા મળ્યો હતો.

પાર્ટીમાં રણધીર કપૂર પણ હાજર રહ્યા હતા. કરીશ્માએ સો.મીડિયામાં દીકરીના જન્મદિવસની સેલિબ્રેશનની તસવીરો શૅર કરી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution