મુંબઇ
આ અઠવાડિયે થિયેટરો અને ઓટીટી પર ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થવા જઈ રહી છે. વર્ષ 2020 ધીમે ધીમે તેના અંત તરફ આગળ વધી રહ્યું છે, તેમ હવે દમદાર ફિલ્મો અને વેબ સિરીઝ પણ રિલીઝ માટે તૈયાર છે. વર્ષના છેલ્લા મહિનામાં ભૂમિ પેડનેકરની 'દુર્ગામતી', રાધિકા આપ્ટેની 'એ કોલ ટુ સ્પાય', કિયારા અડવાણીની 'ઈંદુ કી જવાની', સંજય દત્તની 'તોરબાઝ' સહિતની લોકપ્રિય ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે.
8 ડિસેમ્બર
નેટફ્લિક્સ મંગળવારના દિવસે મિસ્ટર ઇગ્લેસિયસ' શ્રેણીનો ત્રીજો ભાગ રજૂ થશે. તેની વાર્તા વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેના સંબંધ પર આધારિત છે. શિક્ષક તેમના વિદ્યાર્થીઓને તેમના ડર સામે જીતતા શીખવે છે.
9 ડિસેમ્બર
ડબ્લ્યુડબ્લ્યુઇ ચેમ્પિયન બિગ શો દર્શાવતી એક કોમેડી સિરીઝ આ બુધવારે નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. આ શ્રેણીની પ્રથમ સિઝન આ વર્ષે એપ્રિલમાં રજૂ કરવામાં આવી હતી. આ સિવાય રોઝ આયલેન્ડ પણ રિલીઝ થશે. આ ફિલ્મમાં એન્જિનિયર પોતાનો એક ટાપુ બનાવે છે અને તેને રાષ્ટ્ર જાહેર કરે છે.
11 ડિસેમ્બર
અબીર સેનગુપ્તા દિગ્દર્શિત ફિલ્મ 'ઇન્દુ કી જવાની' આ દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં કિયારા અડવાણી અને આદિત્ય સીલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ વાર્તા ગાઝિયાબાદની એક છોકરી ઇંદુની છે જે ડેટિંગ એપ્લિકેશન પર તેના પ્રેમીને શોધે છે અને પછી સર્જાય છે વિચિત્ર ઘટનાઓ.
11 ડિસેમ્બર
આ જ દિવસે ભૂમિ પેડનેકર કિયારા સાથે સ્પર્ધા કરશે. એમેઝોન પ્રાઈમ પર આ જ દિવસે દુર્ગામતી ફિલ્મ રિલીઝ થશે. જી અશોકના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં ભૂમિ ઉપરાંત અરશદ વારસી, માહી ગિલ, જિશુ સેનગુપ્તા, કરણ કાપડિયા સહિતના કલાકારો જોવા મળશે.
11 ડિસેમ્બર
આ દિવસે રાધિકા આપ્ટે તેની પ્રખ્યાત ફિલ્મ 'એ કોલ ટુ સ્પાય' સાથે એમેઝોન પ્રાઇમ વીડિયો પર આવી રહી છે. રાધિકા આપ્ટે ઉપરાંત આ ફિલ્મમાં સૈરા મેગન થોમસ, વર્જિનિયા હોલ, સ્ટાના કટિક, વેરા એટકિન્સ વગેરે મુખ્ય ભૂમિકામાં નજરે પડશે.
11 ડિસેમ્બર
'તોરબાઝ' નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઈ રહી છે. આ એક્શન થ્રિલર ફિલ્મમાં સંજય દત્ત આર્મી સૈનિકની ભૂમિકામાં જોવા મળશે. સંજયની સાથે નરગિસ ફાખરી અને રાહુલ દેવ પણ આ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ ફિલ્મ સિનેમાઘરો માટે બનાવવામાં આવી હતી પરંતુ કોરોના વાયરસને કારણે તે ઓટીટી પર રિલીઝ થઈ રહી છે.