મુંબઇ
દેશની સૌથી કિંમતી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) ના અધ્યક્ષ અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી દાદા બન્યા છે. પૌત્ર સાથેની તેમની પહેલી તસવીર સામે આવી રહી છે.મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીની પત્ની શ્લોકાએ આજે સવારે 11 વાગ્યે મુંબઈમાં પુત્રને જન્મ આપ્યો છે. અંબાણી પરિવારના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી શ્લોકા અને આકાશ અંબાણી આજે માતાપિતા બન્યા છે. તેના ઘરે એક પુત્રનો જન્મ થાય છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણી પહેલી વાર દાદા-દાદી બનીને ખૂબ ખુશ છે. નવા સભ્યના આગમનથી મહેતા અને અંબાણી પરિવાર આનંદમાં છે. આ સમાચારની સાથે જ મુકેશ અંબાણીની પોતાના પૌત્ર સાથેની પ્રથમ તસવીર બહાર આવી છે જેમાં તેમણે પૌત્રને હાથમાં લઈ તસવીર ક્લિક કરી છે તે દેખાઈ રહ્યું છે.
ગત વર્ષે માર્ચમાં આકાશ અને શ્લોકાના લગ્ન થયા હતા. આકાશ અને શ્લોકા સ્કૂલના મિત્રો રહ્યા છે. ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં બંને ભણ્યાં છે. શ્લોકાએ લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાંથી લોમાં માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી છે. શ્લોકા એક સામાજિક કાર્યકર પણ છે. તેમણે કનેક્ટ ફોર 2015 નામની એક એનજીઓ શરૂ કરી હતી, જે જરૂરીયાતમંદોને શિક્ષણ, ખોરાક અને ઘરો પ્રદાન કરે છે. આકાશ અને શ્લોકાના લગ્ન પહેલાના ઉજવણી ત્રણ દિવસ સુધી ચાલેલા સ્વિટ્ઝર્લેન્ડના સૅન્ટ મૉરિટ્ઝમાં યોજાયો હતો. જેમાં અનેક હસ્તીઓ સામેલ થઈ હતી.