વિવિધ હિંદુ સંગઠનો દ્વારા હુમલાની ધમકી બાદ રાહુલ ગાંધીના આવાસ પર સુરક્ષા વધારાઇ

નવીદિલ્હી: સંસદમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીના હિંદુઓને લઈને આપેલા નિવેદનને લઈને ભારે વિવાદ સર્જાયો છે. આ બધાની વચ્ચે દિલ્હી પોલીસને ગુપ્તચર વિભાગ તરફથી ઈનપુટ મળ્યા છે કે હિન્દુ સંગઠનો સાથે જાેડાયેલા લોકો કોંગ્રેસ નેતા પર હુમલો કરી શકે છે. આવી સ્થિતિમાં ગૃહ મંત્રાલયના આદેશ બાદ દિલ્હી પોલીસે રાહુલ ગાંધી અને તેમના નિવાસસ્થાનની સુરક્ષા વધારી દીધી છે. આવાસ પર વધારાના દળો તૈનાત કરવામાં આવ્યા છે. તેમજ આ વિસ્તારમાં રહેતા કોંગ્રેસના નેતાઓ પર નજર રાખવામાં આવી રહી છે. નવી દિલ્હીમાં ગુપ્તચર તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે હિન્દુઓને લઈને નિવેદન આપ્યું હતું. આ પછી દિલ્હી પોલીસને મોડી રાત્રે ઈનપુટ મળ્યા કે હિન્દુ સંગઠનોના નેતાઓ રાહુલ ગાંધી પર હુમલો કરી શકે છે. એક પ્લાટૂનમાં ૧૬ થી ૧૮ પોલીસકર્મીઓ હોય છે. આ ઉપરાંત તુગલક રોડ પોલીસ સ્ટેશનમાંથી ૮ થી ૨૦ વધારાના પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution